તળાજાના સરતાનપરના માછીમારોની જાળમાં વિરાટકાય માછલી સપડાઈ

  • તળાજાના સરતાનપરના માછીમારોની  જાળમાં વિરાટકાય માછલી સપડાઈ

 મૃત માછલીને કિનારે લઈ આવતા લોકોના ટોળેટોળાં ઊમટયા
ભાવનગર, તા. 8
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ કાળુભાઈ અંતુભાઈ ભીલ તથા અન્ય સભ્યો નિત્યક્રમ મુજબ તાજેતરમાં સમુદ્રમાં માછીમારી અર્થે ગયા હતા જયાં તેમની જાળશમાં અકસ્માતે એક વિશાળ જળચર જીવ ફસાતા માછીમારોએ મધદરીયે અથાગ પ્રયત્નો બાદ ઝાળ હોડી પર ખેચતા આ ઝાળમાં દેશી ભાષામાં ઓળખાતી (કરવત માછલી) મૃત હાલતમાં મળી આવી હતી. આથી આ માછલીને સલામતી પૂર્વક સરતાનપર બંદરે લાવવામાં આવી હતી. તટ પર આ માછલીને નિહાળવા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતાં. માછીમારો દ્વારા વાહન મારફતે વેચાણ અર્થે લઈ જવામાં આવી હતી.
આ માછલી અંગે વધુ માહિતી આપતા ભાવનગરના જાણીતા પક્ષીવિદ અને એમ.કે.ભાવ. યુનિ.ના પ્રોફેસર ઈન્દ્રભાઈ ગઢવીએ જણાવ્યુ હતું કે, આ માછલીનું વૈજ્ઞાનિક નામ નપ્રિન્ટીઝ સો ફીશથ છે. શાર્ક કુળની આ માછલીનું મુળ વતન એપ્લાન્ટીક મહાસાગર છે. આ માછલી ભાગ્યે જ ખાડીમાં જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રથી નીચેના પટ્ટામાં આવેલ સાગરમાં જોવા મળે છે. આ ફીશની વિશ્ર્વમાં 5 પ્રજાતિ નોંધાયેલી છે અને દુનિયામાં આ માછલીના વિવિધ અંગોની ઉંચી કિંમત તથા બહોળી માંગને લઈને તેનો બેફામ શિકાર થયો હોય હાલ તેનો સમાવેશ લુપ્ત થતી પ્રજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મલેશીયા સ્થિત આંતર રાષ્ટ્રીય સંસ્થા આઈસીયુએન દ્વારા તેને બચાવવા મેદાને પડી છે. ભારતના સમુદ્રમાં પણ શેડયુઅલ 1 (2) એ હેઠળ આરક્ષીત આ માછલીના શિકાર પ્રતિબંધ છે. આ શાર્કકુળની હોવા છતા તે ખુબ શાંત સ્વભાવની હોય છે. માનવો માટે કોઈ ખતરો બનતી નથી. તેનો મુખ્ય ખોરાક શંખ, છીપ હોય છે. ભાગ્યે જ કયારેક તે ખોરાકની શોધમાં ખાડીમાં આવી ચડે છે. ભાવનગરની ખાડીમાં અત્યાર સુધી આ માછલી જોવા મળી નથી.