સિંહોનું વેકેશન એક મહિનો લંબાવવા વિચારણાOctober 08, 2018

 ટપોટપ 23 સિંહનાં મોત
બાદ રાજ્ય સરકાર હરકતમાં : સિંહોની સલામતી માટે એક મહિનો વેકેશન લંબાવાશે
જૂનાગઢ તા,8
ગીરમાં 23 સિંહના મોતના કારણે સિંહદર્શન માટે સિંહોનું વેકેશન એક મહિનો લંબાવવા વિચારણા હાથ ધરવામાં આવી છે અત્યારે ધારી - અમરેલી, જૂનાગઢ, તાલાલામાં 600 જેટલા સિંહોને ઈન્જેકશન આપવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ શહેરના વિસ્તારમાં નજીકથી મોકો મળે તે માટેનો સફારી પાર્ક કે, સિંહ દર્શન માટેનો પોઈન્ટ ઉભો કરવા માટેની ઘણાં લાંબા સમયથી લાગણી અને માગણી આમ જનતાની પ્રવર્તી રહી હતી જુદા-જુદા સ્થળો પણ દર્શાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સહિતનાઓએ જૂનાગઢનાઓએ જૂનાગઢને સિંહ દર્શનનો લાભ મળે તે માટે વ્યવસ્થા ઉભી કરવાની ટકોર બંધ ખાતરી પણ આપી હતી અને આખરે તાજેતરમાં જ જૂનાગઢને સિંહ દર્શનની મંજૂરી સૈદ્ધાંતિક રીતે પણ આપી દેવામાં આવી છે પરંતુ 23 સિંહના મોત બાદ સિંહદર્શન એક મહિનો મોડે શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.
દિવાળી બાદ સોરઠમાં ખાસ કરીને ગરવા ગીરનાર પરિક્રમાનો મેળો યોજાનાર છે ત્યારે આ અંગેની પણ તૈયારી ચાલી રહી છે. જૂનાગઢમાં સિંહ દર્શન પોઈન્ટ શરૂ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને નજીકના સમયમાં જ સિંહ દર્શન શરૂ થઈ જવાનું છે. સાસણ-ગીર ખાતે જેમ સિંહ દર્શન માટે પ્રવાસી જનતા મોટી સંખ્યામાં દર વર્ષે આવે છે તે જ રીતે જૂનાગઢને પણ જંગલ વિસ્તારમાં સિંહ દર્શન માટે પ્રવાસી જનતા મોટી સંખ્યામાં આવશે અને સિંહ દર્શનનો લાભ પણ લેશે અને સિંહ દર્શન માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી તા.16 ઓક્ટોબરથી જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરી દેવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
આધારભૂત રીતે મળતી વિગત અનુસાર ઈન્દ્રેશ્વર નાકાથી જાબુંડી અને જાબુંડીથી જીણાબાવાની મઢીનો રૂટ નક્કી થયો છે. આ ઉપરાંત પાતુરણથી પાતુરણ સુધીનો રૂટ પણ નક્કી કરવામાં આવી રહેલ છે. આ રસ્તાની કામગીરી તેમજ સિંહ દર્શન માટે જોઈતી તમામ સુવિધા ઉભી કરવાની કામગીરી, સિંહના લોકેશન સહિતની સ્થિતિ અંગે કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે પરંતુ સિંહના મોતના કારણે હવે સિંહદર્શનની કામગીરી એક મહિનો લંબાવવા વિચારણા હાથ ધરવામાં આવી છે.
ગિરમાં જૂનથી ચાર મહિનાનું સિંહોનું વેકેશન જાહેર કરાયું હતું. દરમિયાન ભેદી રોગના કારણે સિંહોના ટપોટપ મોત નિપજ્તા વનવિભાગ અને રોગના કારણે સિંહોના ટપોટપ મોત નિપજતા વનવિભાગ અને રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે અને આગામી 16 ઓકટોબરથી સિંહોનું વેકેશન પુરુ થઈ રહ્યું હોય સિંહોની સલામતી માટે એક મહિનો સિહદર્શન મોડી શરૂ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.