ગીરના સિંહ સલામત, સ્થળાંતર નહીં થાય: ઈખ

 પરિસ્થિતિ કાબૂમાં, ગુજરાતના ગૌરવસમા સિંહોને બચાવવા સરકાર કટીબદ્ધ છે
જૂનાગઢ તા.8
સિંહએ ગુજરાતનું ગૌરવ છે. રાજય સરકાર સિંહોને બચાવવા કટીબઘ્ધ છે. તાજેતરમાં ર3 સિંહોના મોતથી રાજય સરકાર ચિંતિત છે. ત્યારે સિંહો માટે એકસપર્ટને દેશ વિદેશમાંથી બોલાવી સિંહોની સુરક્ષા અને સલામતી માટે શું કરી શકાય તે માટેની કાર્યવાહી ધરવામાં આવશે તેમ આજે જુનાગઢ ખાતે પધારેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
જુનાગઢના ભવનાથ ખાતે આજે યોજાયેલ ભાજપની પ્રશિક્ષણમાં હાજરી આપવા પહોચેલ મુખ્યમંત્રી રુપાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે લોકોને ચિતા હતી કે વાયરસના કારણે લાગેલ ચેપથી સિંહોના મોત થયા છે. અને આ ચેપની અસર અન્ય સિંંહોને થશે તેવી દહેકત હતી ત્યારે વિદેશીમાંથી આ માટેના વેકસીન આવી ગયેલ છે. કંટ્રોલમાં છે સાથો સાથ રાજય સરકાર સિંહોને બચાવવા માટે કટીબઘ્ધ છે. ત્યારે દેશ વિદેશોમાંથી એકસપર્ટને બોલાવાયા છે અને ચિંતા સાથે સિંહોની સુરક્ષા અને સલામતી માટે તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારણ કે સિંહએ ગુજરાતનું ગૌરવ છે સિંહના સ્થળાંતરનો કોઇ પ્રશ્ર્ન જ નથી.
પત્રકારના અનેક પ્રશ્ર્નના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે બળાત્કાર કેસમાં કોઇ આરોપીઓને કોઇપણ સંજોગોમાં છોડવામાં આવશે નહી જે બનાવ બન્યો છે તે યોગ્ય નથી અને બળાત્કારીને સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ તેના કારણે નિર્દોષ ઉપર હુમલો થાય એ વ્યાજબી નથી વર્ગ વિગ્રહ ગુજરાતના હિતમાં નથી આવી પ્રવૃતિઓ બંધ થવી જોઇએ આ પ્રકરણમાં કેબીનેટપણ એક અગત્યનો નિર્ણય કર્યો છે. આ કેસ ફાસ્ટ કોર્ટમૉ ચલાવવામાં આવશે આ તકે મીડીયાના માઘ્યમથી મુખ્યમંત્રીએ જાહેર જનતાને અપીલ કરી હતી કે લોકો ખોટા મેસેજથી વર્ગ વિગ્રહમાં ન જોડાય અને ખોટી વાતોમાં આવી ગુજરાતની શાંતિ ન જોખહે.
ગીરનારને યાત્રાધામ તરીકે પસંદગી આપી ગીરનારક્ષેત્રને અપાયેલ પ કરોડ જેટલી રકમ અંગે પત્રકારોના પુછાયેલ જવાબમાં મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવ્યું હતું કે હજુ આ શરુઆત છે ભવનાથ ક્ષેત્રના વિકાસ માટે વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ વર્ષોથી અટવાયેલ જુનાગઢના વિકાસ નકશાની કાર્યવાહી તુરંત કરવામાં આવશે તેવી ખાત્રી અંતમાં આપી હતી.