વંથલી પોલીસ સ્ટેશનમાં આરોપી સાથે સેલ્ફી લેનાર છ સામે ગુનોOctober 08, 2018

 મોબાઇલમાં ફોટા પાડીને વ્હોટ્સએપથી વાઇરલ કર્યા’તા
જૂનાગઢ તા. 7
વંથલીના પોલીસ સ્ટેશનમાં 5 શખ્સોએ પ્રવેશ કરી આરોપી સાથે મોબાઇલમાં ફોટા પાડી વોટસઅપ સ્ટેશનમાં અપલોડ કરી વાયરલ કરવા બદલ ખુદ વંથલી પીએસઆઇએ 6 શખ્સો સામે ફરીયાદી બની ગુનો દાખલ કરેલ છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર કોડીનાર તાલુકાના અરણેજ ગામના નીખીલ નવધણભાઇને એક ગુના સબબ અટક કરવાના હોય જેની સાથે યશ પરમાર સહિત અન્ય 5 શખ્સો પોલીસ સ્ટેશનના ઉપર માળે જઇ આરોપી નખીલ સાથે મોબાઇલમાં ફોટો પાડી, વોટસએપ સ્ટેટસમાં ફોટો અપલોડ કરી વાયરલ કરતાં ગંભીર બાબત પોલીસને ધ્યાને આવતાં નીખીલ સહિત 6 શખ્સો સામે આઇ.ટી. એકટ કલમ 72, ઇપીકો 114 તથા જીટીએ 120 મુજબ વંથલી પીએસઆઇ બી.એસ. જાડેજાએ ફરીયાદી બની ગુનો નોંધાવતા માણાવદર સર્કલ પી.આઇ. ક.એમ ગોસ્વામીને તપાસ સાંપવામાં આવેલ છે.