નવરાત્રિનો લેડીઝ સ્પેશિયલ ડ્રેસOctober 08, 2018

નવરાત્રી શરૂ થવાને હવે બે જ દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ હવે નવનવ દિવસ સુધી ટ્રેન્ડી લુક નવી ફેશન અને ફંકી એસેસરીઝ લોકો પસંદ કરી રહ્યા છે. નવરાત્રીના ખાસ નવ દિવસીય પર્વ પર બજારમાં ગુજરાતી લુકસના જેકેટ ખુબ ટ્રેન્ડી બન્યા છે. નોરતાના દિવસો નજીક આવતા તેની ડીમાન્ડ વધતી જાય છે. સૌથી વાત તો એ છે કે, આ જેકેટને કોઇપણ કુર્તી પર પહેરી શકાય છે. સાચવવામાં પણ સબળ છે અને તેમાં અવનવી ડીઝાઇન માટે આર્ટવર્ક પણ કરી શકાય છે. આ વખત નવરાત્રીમાં અનેક નાના-મોટા ટ્રેન્ડી જેકેટની ડીમાન્ડ છે. મોટાભાગે બ્રાઇટ કલર્સ બજારમાં જોવા મળે છે. જેમાં વોટરમેલન, પીળો, લીલો, ડાર્ક પીંક અને બ્લુ જેવા રંગો ટ્રેન્ડી છે. ખાસ કરીને છોકરીઓની પસંદ પ્રમાણે મલ્ટીકલરના જેકેટ પણ બજારમાં પ્રાપ્ય છે. આ ઉપરાંત કેઝયુઅલી ગુજરાતી સ્ટાઇલ વોશ્ડ જેકેટની પણ સારી એવી માગ છે. આ વખતે નવરાત્રીમાં ફંકી અને બોલ્ડ સ્ટાઇલ છવાયેલી રહેશે. નવરાત્રીમાં ગરબા
રમવાથી લઇને પૂજા સુધી ટ્રેડીશન વેર સાથે વેસ્ટર્ન વેરનું કોમ્બીનેશન એકસાથે કરી શકાય છે. આ વખતે નોરતામાં આભલાવાળા તથા રાજસ્થાની પેટન્ટના જેકેટ પણ માર્કેટમાં ઓન ડીમાન્ડ છે. ઉપરાંત જયપુરી પ્રિન્ટના લેંઘા, ચોલી ઉપર પણ જેકેટને મેચ કરીને પહેરી શકાય છે. કુર્તિનો લુક એકદમ સ્ટાઇલીશ લાગે એ માટે અનેક કલરના જેકેટને જુદી જુદી કુર્તી સાથે એટેચડ કરવામાં આવે છે. આ સાથે જેકેટમાં ટસલ વર્કનું કામ ખાસ હોય છે. ટાઇ એન્ડ ડાઇ ફેશનનો ટ્રેન્ડ છે. નવરાત્રી દરમિયાન કોટી જેકેટની ડીમાન્ડ વધુ રહે છે. જેમાં કચ્છી ડીઝાઇનના લુકને પ્રાયોરીટી આપવામાં આવે છે. આ સિવાય પણ કોટી પર દાંડીયા, ગરબા અને આભલાની ડીઝાઇન પણ મલ્ટીકલર કાપડ પર પ્રિન્ટ કરવામાં આવે છે. ચણીયાચોલી ધીમે ધીમે જુના થતા જાય છે, પણ હવે તેમાં એટેચ વેસ્ટર્ન જેકેટનો લુક થોડો ટ્રેન્ડી લુક આપી રહ્યો છે. મલ્ટી કલરના ગુજરાતી ચણીયાચોલી સાથે આ જેકેટને એટેચડ કરી શકાય છે. તેનાથી ડ્રેસને ટ્રેડીશનલ અને વેસ્ટર્ન એમ બંને લુક મળી રહે છે.