ગુમ થયેલા ઇન્ટરપોલના ચીફ ચીનમાં ભેદી રીતે મળ્યાOctober 06, 2018

 પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં: ગુમ થવાનું રહસ્ય હવે ખુલશે
પેરિસ તા.6
6 દિવસથી ગુમ ઇન્ટરપોલના અધ્યક્ષ મેંગ હોંગવેઈ (64)ની ભાળ મળી ગઈ છે. તેમને એક મામલામાં પૂછપરછ માટે ચીનની પોલીસે કસ્ટડીમાં લીધા છે. જોકે દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે તેમને એક જૂના મામલે પકડ્યા છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે મામલો શું છે.
મેંગની પત્નીએ તેમના ગુમ થવાની જાણકારી આપી હતી, ત્યારબાદ શુક્રવારે ફ્રાન્સ સરકારે મામલાની તપાસ શરૂ કરી દીધી હતી.
હોંગકોંગના સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અખબાર મુજબ,
ગત સપ્તાહે ચીનમાં ઉતરતાં જ
મેંગને કસ્ટડીમાં લઈ લેવામાં
આવ્યા હતા. હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કયા મામલાની તપાસ
માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પહેલા ફ્રાન્સના લિયોન શહેરમાં રહેનારી મેંગની પત્નીએ ફ્રાન્સ પોલીસને જણાવ્યું હતું કે પતિ સાથે તેમની છેલ્લી મુલાકાત સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં થઈ હતી. મેંગ 29 સપ્ટેમ્બરે ફ્રાન્સથી ચીન માટે રવાના થયા હતા.
નવેમ્બર 2016માં ઇન્ટરપોલના અધ્યક્ષ બન્યા પહેલા મેંગ ચીનમાં પબ્લિક સિક્યુરિટીના ઉપમંત્રી હતા. તેમની જવાબદારી ખુફિયા પોલીસના કામકાજને જોવાની હતી. 95 વર્ષના ઈતિહાસમાં મેંગ પહેલા એવા ચીની નાગરિક છે, જેઓ ઈન્ટરપોલના અધ્યક્ષ બન્યા.