આ રીતે આરંભ થયો અસીમ આસ્થાના સ્વરૂપ ગરબાનોOctober 06, 2018

ગરબાની ઉત્પતિ વિશે વાત કરીએ તો અનેક માન્યતાઓ પ્રવર્તે છે.
* સૌ પ્રથમ ભગવાન કૃષ્ણ અને ગોપીઓની રાસલીલા જ યાદ આવે કે હૃદયની લાગણી વ્યક્ત કરવા અને કાન્હા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા ગોપીઓ દ્વારા રાસલીલા કરવામાં આવી હશે.
* એક માન્યતા એવી પણ છે કે જે સ્ત્રીને બાળકો થતા ન હોય તે ગર્ભ દીપ એટલે કે ગરબામાં દીપક લઇ માતાજીની આરાધના કરતા પ્રદક્ષિણા કરે અને આ સમયે પોતાની લાગણી સૂર, શબ્દ અને તાલમાં વ્યક્ત કરાતી. પોતાની માંગણી પણ ગરબા સ્વરૂપે જ વ્યક્ત કરવામાં આવતી અને આમ બીજી સ્ત્રીઓ પણ તેમાં જોડાતા ધીમે-ધીમે ગરબો અસ્તિત્વમાં આવ્યો હશે.
* પહેલાના સમયમાં જ્યારે સ્ત્રીઓનું સ્થાન ઘરની ચાર દિવાલોમાં જ હતું અને આખો દિવસ ઘરકામ, ખેતીનું કામ, દળણા વગેરેમાં વીતતો ફરિયાદ વગેરે પણ ગરબા દ્વારા વ્યક્ત કરવામાં આવતી. દિવસના કાર્યોમાં પતિ સાથે પણ એકાંત ન મળતું ત્યારે બધીજ લાગણી ગરબામાં વ્યક્ત કરી આનંદ માણતી આવા અનેક ગરબા આજે પણ અસ્તિત્વમાં છે.
"હું ને મારા બાઇજી લડી પડ્યારે સંગલાલ
આવ્યા છે ઢીકમ ઢીક મોરી સંગલાલ
"સવા બશેરનું મારુ દાતરડું રે લોલ
હવે નહીં જાઊં વીડી વાઢવા રે લોલ
"સાસુની સોડમાં દીવો મેલ
સહિયર મેંદી લેશુ રે
"મોરલી તે ચાલી રંગ રૂસણે રે * આ ઉપરાંત જ્યારે નવુ અનાજ પાકતુ કે જ્યારે પણ ખુશીનો પ્રસંગ આવતો ત્યારે ભગવાનને આભાર માનવાના સ્વરૂપે પણ ગરબાની રચના થઇ.
* આ બધા ઉપરાંત ગરબાના પ્રારંભ માટે જે નામ પ્રથમ લેવામાં આવે તે છે કૃષ્ણ ભગવાનની પુત્રવધૂ ઉષાનું, ભગવાન કૃષ્ણના માયાવી પ્રપૌત્ર અનિરુધ્ધ અને તેની પત્ની ઉષા જે બાણાસુરની પુત્રી હતી અને બાણાસુર ભગવાન શિવજીનો ભક્ત હતો તેથી પાર્વતીજી દ્વારા ઉષાને ‘લાસ્ય’ શીખવવામાં આવ્યું અને આ ‘લાસ્ય’ ઉષાએ ગોપીઓને શીખવ્યું જે ગરબાના સ્વરૂપે હાલ અસ્તિત્વમાં છે.