વોટ્સએપ એન્ડ્રોઇડમાં પિક્ચર-ઈન-પિકચરનું ફિચરOctober 05, 2018

 વોટ્સએપમાં કોઈ વીડિયો લીંક આવશે તો પિકચર-ઈન-પિકચર (પીઆઈપી) મોડમાં વીડિયો જોઈ શકાશે
નવીદિલ્હી તા,5
વોટ્સએપએ તાજેતરમાં તેના બીટા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં ‘સ્વાઈપ ટુ રીપ્લેય’ સુવિધા રજૂ કરી છે. ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ કંપની સતત નવી સુવિધાઓ અને અપડેટ્સને આગળ ધપાવી રહી છે. એક અહેવાલ પ્રમાણે વોટ્સએપ એપ્લિકેશન પર વીડિયો માટે પિક્ચર-ઇન-પિક્ચર (પીઆઈપી) મોડ રજૂ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે આ ફીચર ઠવફતિંફાા બીટા એન્ડ્રોઇડ વર્ઝન 2.18.301 પર ઉપલબ્ધ છે. અહેવાલમાં ઉલ્લેખ છે કે જો તમારી પાસે પહેલેથી જ આ એપ્લિકેશન
આવૃત્તિ છે, છતાં પણ તમે આ ફીચરનો લાભ નથી લઇ શકતા તો તમે તમારી ચેટ્સનો બેકઅપ લઇ લો અને વોટ્સએપને રી-ઇન્સ્ટોલ કરો.
વપરાશકર્તાઓ ફક્ત પીઆઈપી અથવા પિક્ચર-ઇન-પિક્ચર મોડનો ઉપયોગ કરીને, વોટઅપ ચેટ વિંડોમાં યુટયુબ, ફેશબુક, ઈન્સ્ટાગ્રામના વીડિયો જોઈ શકે છે. તેનો અર્થ એ કે હવે તમે ચેટ સાથે વીડિયો પણ જોઈ શકશો. આ ફીચર ત્યારે તમને વધુ કામમાં આવશે જ્યારે તમને વોટ્સએપ પર કોઇ વીડિયો લિંક આવશે. વીડિયો લિંક પર ક્લિક કરીને, તમે પિક્ચર-ઇન-પિક્ચર મોડમાં વીડિયો જોઇ શકશો.