શેરબજારમાં અવિરત મંદી, સેન્સેક્સ 35,000ની અને નિફ્ટી 10,500ની નીચે

  • શેરબજારમાં અવિરત મંદી, સેન્સેક્સ  35,000ની અને નિફ્ટી 10,500ની નીચે

રાજકોટ તા.5
ભારતીય શેરબજારોમાં આજે ફરી ખૂલતાની સાથે જ નરમાઇ જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1500 અંકનું ગાબડુ પડ્યું છે. માર્કેટમાં નબળાઈનો માહોલ યથાવત છે.
આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીની નબળાઈ સાથે શરૂઆત થઈ છે. નિફટી 10,500 ની નીચે છે. જ્યારે સેન્સેક્સ 35,000ની સપાટી ગુમાવી દીધી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાનો વધુ ઘટાડો થયો છે.
આજે બજાર ખુલતાની સાથે ફરી એક વખત 300 અંક નીચામાં ખૂલ્યું હતું. સવારે 9.40 કલાકે સેન્સેક્સ 171 અંકના ઘટાડા સાથે 34997 અને નિફ્ટી 99 અંક ઘટી 10500 પર ટ્ર્ેડ થઇ રહી હતી. પરંતુ એક તબક્કે
સેન્સેક્સ 375 પોઇન્ટ તુટ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ વેચવાલી જોવા મળી છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.8 ટકા ઘટ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડોઆવ્યો છે. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ 0.6 ટકા ઘટ્યો છે.
હાલમાં બીએસઇના 30 શેર્સનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 227 અંક એટલે કે 0.7 ટકાના ઘટાડા સાથે વેપારના સ્તરે 34,942 ની સપાટીએ છે. તે જ સમયે એનએસઇના 50 શેર્સનો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 120 અંક એટલે કે 1.1 ટકાનો ઘટાડો થયો છે અને તે 10,480 ની સપાટીએ છે.