રશિયા પાસેથી મિસાઈલ ખરીદી મામલે અમેરિકાને દુ:ખે છે પેટ, કૂટે છે માથું!

 અમેરિકાની સરખામણીમાં રશિયાની મિસાઈલ સિસ્ટમ
6 ગણી સસ્તી
નવી દિલ્હી તા,4
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. પુતિનની આ ભારત મુલાકાત દરમિયાન જ-400 મિસાઈલ સિસ્ટમની ખરીદીને લઈને કરાર થવાની પુરી સંભાવના છે. આ ડીલનો અમેરિકા ભારે વિરોધ કરી રહ્યું છે. અમેરિકા સતત ભારત પર જ-400ના બદલે તેની થાડ મિસાઈલ સિસ્ટમ ખરીદવાનું દબાણ સર્જી રહ્યું છે.અમેરિકાના આ વિરોધ પાછળનું કારણ દુખે છે પેટમાં અને કુટે છે માથું જેવી સ્થિતિ છે. કારણ કે ભારત રશિયા પાસેથી જે -400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા જઈ રહ્યું છે તે અમેરિકાની થાડ કરતા ક્યાંય ચડિયાતી છે. 400 અને પીએકસ બંને જ એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમ છે. પરંતુ બંનેની ક્ષમતામાં ખાસ્સુ અંતર છે. 400 300 કિલોમીટરની રેંજ સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. તે નફાયર એંડ ફોરગેટથની નીતિ પર કામ કરે છે. 400 અનેક સ્તરના ડિફેંસ સિસ્ટમ પર કામ કરે છે તો અમેરિકાથી થાડ સિંગલ લેયર ડિફેંસ પ્રણામી છે.
પીએકસ જ્યાં 3 હજાર મીટર પ્રતિ સેકંડની ઝડપે લક્ષ્યને ભેદી શકે છે, જ-400 4,800 મીટર પ્રતિ સેકંડની ઝડપે લક્ષ્યને સચોટતાપૂર્વક તબાહ કરી શકે છે. જ-400 ટ્રાયંફ મિસાઈલ એક સાથે 100 હવાઈ ખતરાઓને ઓળખી શકે છે અને અમેરિકા નિર્મિત ઋ-35 જેવા 6 યુદ્ધ વિમાનોને એક સાથે ભેદ્દી શકે છે.400 લગભગ 400 કિલોમીટરના દાયરમાં કોઈ પણ વિમાન, મિસાઈલ અને ડ્રોનને નષ્ટ કરી શકે છે. તેની મારક ક્ષમતા અચૂક છે કારણ કે તે એક સાથે ત્રણ દિશાઓમાં મિસાઈલ દાગી શકે છે. જ્યારે અમેરિકાની થાડ એવી મિસાઈલ સિસ્ટમ છે જે ખતરાને ભેદવા કરતા વધારે તો પોતાના યુદ્ધ વિમાનોની સુરક્ષામાં વધારે ઉપયોગી નિવડે છે.
અમેરિકાની થાડ ડિફેંસ સિસ્ટમ કોઈ વિસ્ફોટક વોર્સહેડ રોકેટ નથી. થાડ ટારગેટને જ નિશાન બનાવી શકે છે, તેમાં વિસ્ફોટ કરીને તેને તબાહ નથી કરી શકતું. જ્યારે જ-400 મારફતે એક સાથે ત્રણ મિસાઈલ છોડી શકાય છે. પહેલા તબક્કામાં કુલ 27 મિસાઈલ સમાવેશ થાય છે. તે એક સાથે અનેક લક્ષ્યો પર પ્રહાર કરી શકે છે.
બંને મિસાઈલ સિસ્ટમની કિંમતોની સરખામણી કરીએ તો 6 લોન્ચર અને 8 ઈંટરસેપ્ટર સાથે
એક થાડની કિંમત 2 થી 3 અબજ ડોલર છે, જ્યારે જ-400 8 લોન્ચર અને 4 ઈંટરસેપ્ટર સાથે 500 મિલિયન ડોલરમાં ખરીદી શકાય છે. કુલ મળીને થાડની સરખામણીએ 6 ઘણી સસ્તી છે.