સાંસ્કૃતિક, ઐતિહાસિક અને વૈયક્તિક તત્ત્વો અને ઉર્જાથી સભર: માતાનો મઢOctober 04, 2018

ભારત એકમાત્ર એવો દેશ છે જેમાં શક્તિ સ્થાપનાનું વિજ્ઞાન જાણતા ઋષિ-મુનિઓ થઈ ગયા છે. કોઈપણ શ્રદ્ધા સ્થાનના નિર્માણ પાછળનો હેતુ શક્તિઓના સંતુલનનો હતો. ઊર્જાને મૂર્તિનાં માધ્યમથી સંગ્રહિત કરીને સ્થાપિત કરવામાં આવે છે. ધીરે ધીરે એ સ્થાનમાંથી શક્તિઓનું વલય વિસ્તરતા પ્રદેશ આખામાં ફેલાવા લાગે છે. આ ઊર્જાને ગ્રહણ કરવા માટે ભાવ-પક્ષ મજબૂત હોવો જરૂરી છે. શ્રદ્ધા સ્થાન સાથે ગાઢ આત્મીય સંબંધ હોવો જરૂરી છે.
એટલે આવાં ચૈતન્યમય સ્થાન પાસે કોઈકને ખૂબ જ સારો અનુભવ આવે છે, કોઈકને સારું લાગે છે, કોઈકને શાંતિ મળે છે. જેનો જેવો ભાવનાત્મક સંબંધ એવી તેને અનુભૂતિ થાય છે.
આવાં સ્થાનોનાં નિર્માણ પાછળનો ઉદ્દેશ એક જ છે કે, વ્યક્તિ ત્યાં આવીને સંતુલિત બને અને ઊર્જા ગ્રહણ કરીને દૈનિક જીવનની સમસ્યાઓનો ઉકેલ કરે. ભારત સાચે જ આધ્યાત્મિક રીતે ખૂબ જ સમૃદ્ધ દેશ છે, ચૈતન્યસભર દેશ છે. જેમાં વૈષ્ણોદેવી, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, સપ્તશૃંગી માતાજીનું મંદિર, ચોટીલાનું ચામુંડા માતાજી મંદિર, કામખ્યા દેવી મંદિર અને કચ્છમાં માતાનો મઢ જેવાં અનેક ચૈતન્યસભર સ્થાનો આવેલાં છે.
કચ્છમાં સ્થિત આશાપુરા માતાનો મઢ એક ચૈતન્યથી ભરપૂર સ્થાન છે. આ સ્થાનનાં ચૈતન્યનાં કારણે હજારો લોકો ત્યાં ખેંચાઈને આવે છે. વિદેશમાં આવાં ચૈતન્ય સ્થાનોનાં વાઈબ્રેશન્સ (સ્પંદનો) પર રિસર્ચ કરવામાં આવે છે કે શા માટે આવાં સ્થળોએ લાખો લોકો આવે છે? જ્યોર્જીયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, એટલાન્ટામાં બ્લેયર મેકલેન્ટાયર, જે ડેવિડ બોલ્ટર, મેરિબેથ ગેંડાય એ શોધ કરી છે કે, કોઈપણ સ્થાન પર સારું લાગવાનાં ત્રણ કારણો હોય છે.
1.એ સ્થાનનું ઐતિહાસિક મહત્વ
2.સાંસ્કૃતિક તત્ત્વ/ મહત્ત્વ (ઈીહિીંફિહ યહયળયક્ષિ)ં
3.વૈયક્તિક તત્ત્વ (ઙયતિજ્ઞક્ષફહ યહયળયક્ષિ)ં
એટલે કે, આવાં સ્થાન પર કોની સાથે જાવ છો તેનાં કારણે પણ એ સ્થાન પર સારું લાગે છે.
1.ઐતિહાસિક મહત્ત્વ (ઇંશતજ્ઞિંશિભફહ યહયળયક્ષિ)ં :
માતાના મઢનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે. આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો. આજનાં સમયે જ્યાં માતાનો મઢ છે ત્યાં તેણે આસો મહિનાની નવરાત્રી હોવાથી માતાજીની સ્થાપના કરી હતી. તેની ભક્તિ જોઈને માતા ખુશ થયાં અને સ્વપ્નમાં આવી જણાવ્યું કે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે ત્યાં મારું મંદિર બંધાવડાવજે. પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતાં નહીં. પાંચ મહિના પૂરાં થયા બાદ તે એકવાર મંદિરની અંદર ગયો અને દરવાજો ખોલી નાંખ્યો. તેથી માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું.
2.સાંસ્કૃતિક તત્ત્વ (ઈીહિીંફિહ યહયળયક્ષિ)ં :
માતાનાં મઢની પદયાત્રાનું અનેરું મહત્વ છે. પદયાત્રા પર નીકળવા પાછળ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. ભારતમાં અનેક પ્રાચીન સ્થાનો છે જે ચૈતન્યથી ભરપૂર છે. આ ચૈતન્યને ગ્રહણ કરવા માટે આ સ્થાન સાથે ભાવથી જોડાવું પડે. આ ચૈતન્ય સ્થાન સાથે ભાવનાત્મક અને આંતરિક સંબંધ સ્થાપિત હોવો જોઇએ. એટલે જ, પદયાત્રાના માધ્યમથી માર્ગ દરમિયાન સતત ચિત્તની એકાગ્રતા, શ્રદ્ધા એ ચૈતન્ય સ્થાન પર જ રહે છે. ધીરે ધીરે શરીરમાંથી નકારાત્મક ઊર્જા નીકળવા લાગે છે અને શુદ્ધ ચૈતન્ય પ્રવેશવા લાગે છે. એ સ્થાન પર પહોંચીએ ત્યાં સુધીમાં મૂર્તિનાં વાઈબ્રેશન્સ ગ્રહણ કરવા લાયક શુદ્ધ સ્થિતિ બની જાય છે. દર્શન બાદ આ ચૈતન્ય જ બધાં જ પ્રશ્નોનું નિવારણ કરી આપે છે. આ રીતે બહોળા સમૂહની શ્રદ્ધા એ સ્થાન સાથે જોડાઇ જાય છે.
3.વૈયક્તિક તત્ત્વ (ઙયતિજ્ઞક્ષફહ યહયળયક્ષિ)ં :
માતાનાં મઢ જેવાં ચૈતનયસભર સ્થાનો પર તમે કોની સાથે જાવ છો તેનું પણ મહત્વ છે. એટલે જ, આપણી સંસ્કૃતિમાં તીર્થ સ્થાનો પર આત્મસાક્ષાત્કારી સદગુરું સાથે જવાનું વિશેષ મહત્ત્વ છે. આવાં પ્રકૃતિ સાથે સમરસ અસ્તિત્વ જે-તે સ્થાનની સકારાત્મક ઊર્જાની સશક્ત અનુભૂતિ કરી શકે છે અને એમનાં પવિત્ર આભામંડળમાં ઉપસ્થિત એમની સાથે જોડાયેલી વ્યક્તિઓને પણ એ સત્ય અનુભૂતિ થઈ શકે છે. ઘણીવાર કોઈ વિશેષ ચક્રને ક્રિયાન્વિત કરવાના હેતુથી કે, જે-તે સમય જયારે ઊર્જાની સ્થાપના કરવામાં આવી ત્યારની સમસ્યા અનુસાર જે-તે સ્થળે શક્તિની સ્થાપના થયેલી હોય છે. જેને આવાં જાગૃત પુરુષો જાણી શકે છે અને કેવી રીતે ગ્રહણ કરવી એ પણ સમજાવી શકે છે. આ પ્રાચીન તથ્યને જ્યોર્જીયા યુનિવર્સિટીનું સંશોધન પણ માન્યતા આપે છે.
આમ, જો આ નવરાત્રી માતાના મઢની ઉપરોકત તથ્યોને જાણીને પદયાત્રા કે દર્શન કરવામાં આવે તો અવશ્ય વધુ સાર્થક થઈ શકે છે.
- મોહિતભાઈ કાચા (આધ્યાત્મિક વક્તા, ધ્યાનયોગ નિષ્ણાંત, લાઈફ કોચ)

 
 
 

Related News