સર્વ પિતૃ અમાસ: દરેક પિતૃઓને અંજલિ આપવાનો ઉત્તમ દિવસOctober 04, 2018

શ્રાધ્ધના માસમાં જે પિતૃકાર્ય કરવામાં આવે છે તેમાં ઘણા બધા ઋણ ચુકવાઇ જતા હોય છે. તેમાં દેવ, ગુરુ, માતા, સગા સંબંધી  મિત્ર વગેરેનું ઋણ આવી જાય છે. આ બધાની તિથી મુજબ આપણે તર્પણ કરીએ છીએ પરંતુ ઘણી વખત આપણને કોઇની તિથી ખબર ન હોય તો સર્વપિતૃ અમાસના દિવસે બ્રહ્મ ભોજન તથા દાન પુણ્ય કરવાથી લાભ થાય છે. આ ઉપરાંત જન્મ કુંડળીમાં પિતૃદોષ, કાલસર્પયોગ, ચાંડાળ યોગ તથા શ્રાપિત યોગ હોય તો પણ સર્વપિતૃ અમાસના દિવસે પૂજન તેમજ તર્પણ કરી શકાય છે.  સોમવાર તા.8ના દિવસે પીપળાનું પૂજન, બ્રહ્મભોજન, દાન, તીર્થયાત્રા તેમજ મહાદેવની પૂજા કરી શ્રેષ્ઠ ફળ મેળવી શકાય છે  પૂજન અને મહત્ત્વ
ભાદરવા વદ ચૌદશને સોમવાર તા.8-10-2018ના દિવસે ચૌદશ સવારે 11.33 સુધી છે. ત્યારબાદ અમાસ તિથિનો પ્રારંભ થઇ જાય છે. શ્રાધ્ધ અને પિતૃકાર્યમાં અપરાહન કાળનું મહત્વ હોય અપરાહન કાળ બોપોરના સમયે હોય છે. આથી આ દિવસે અમાસ તથા અમાસ તરીકે ગણાય આથી આ દિવસે સવારના વહેલા ઉઠી નિત્યકર્મ કરી પૂજા કરી પિતૃનું પુજન કરવું તથા પિ5ળાનું પુજન કરી 108 પ્રદક્ષિણા કરવી આ દિવસે દાન, પુજા, જપ, તપ અનેકગણા ફળ આપનાર બને છે. આ દિવસે તિર્થ સ્નાન કરવાનું પણ મહત્વ વધારે છે.
આ દિવસે મહાદેવજીને દુધ, કાળાતલ અને સાકર મિક્સ કરી અને ચડાવવાથી ગ્રહ પિડા દૂર થશે પિતૃદોષ નિવારણનો ઉત્તમ દિવસ ગણાય.
- શાસ્ત્રી રાજદીપ જોષી