ચિંતન


મધ્યપ્રદેશના એક ગામની ગૌચરી જવાનું થયું. ઘરની બહાર 20 થી 22 ચપ્પલની જોડી પડી હતી. ઘરમાં ગયો તો બહેને વ્હોરાવવા માટે રોટલીનો ડબ્બો લીધો અંદરથી રોટલી વ્હોરાવવા મોલ્યા- જોયું તો અંદર આઠ થી દસ રોટલી હતી બહાર ચપ્પલ વીસ અને રોટલી દસ જોઇ વિરાધાભાસ લાગ્યો પરિવારનો પુત્ર સાથે આવ્યો હતો તેને કારણ પૂછ્યું તો કહે પરિવારમાં ફક્ત 3 સદસ્યો જ છીએ દરેકની દસ દસ જોડી છે. આ ઘટનાને લઇને જ એક પ્રશ્ર્ન પૂછવો છે કે તમારા ઘરમાં એટલી રસોઇ બને છે? કે જેમાં એક બે વ્યિ(ત આવે તો સમાવેશ થઇ જાય. ગરીબ કે સાધારણ ઘરની વાત નથી પણ સંપન્ન પરિવારોને પૂછવું છે કે બે ચાર વ્યકિતનો સમાવેશ થઇ જાય એટલી રસોઇ શું કામ નથી બનતી? તમને થાય છે કે બગાડ થાય? પણ તમને ખબર છે કે જૈન ધર્મમાં જે નવ પ્રકારના દાન છે તેમાં સૌ પ્રથમ દાન છે અન્નદાન. જો ઘરમાં બે ચાર વ્યકિતઓનું વધારે ભોજન બનાવશો તો ગરીબને, જરૂરીયાતવાળાને કે પછી મહેમાન પણ આવશે તો અન્નદાનનો લાભ મળતો રહેશે અને એક વાત ચોક્કસ છે કે અન્નદાન કરનારને બીજા જન્મમાં ભુખ્યા રહેવાનો વારો નથી આવતો... તમારા ઘરમાં બે-પાંચ રોટલી પણ વધુ નથી, અડધો લિટર પણ દૂધ વધુ નથી કે નથી તમારા ઘરમાં વધુ શાકભાજી નથી. કેમ નથી? ગાડી, બાઇક, બહેનોની સાડી, ચપ્પલ વગેરે બધુ જ વધુ છે. આટલા દરિદ્ર કયારથી બની ગાય તમે પરંતુ પુણ્ય ઉપાર્જન કરવાનો આ શ્રેષ્ઠ વિકલ્પ છે.