23 સિંહનાં મોતની તપાસમાં લંડનના પશુ ચિકિત્સકોને બોલાવાયાOctober 04, 2018

 દલખાણિયા રેન્જ અને આસપાસના વિસ્તારની મુલાકાત લેવા કહેણ મોકલાયું; 33 સિંહ
હજુ સારવાર હેઠળ
જુનાગઢ તા.4
ગીર પુર્વ વિસ્તાર વિભાગના ધારીના દલખાણીયા રેન્જમાં જુદા -જુદા સમયે થયેલ ર3 સિંહોના મોત બાદ હવે કોન્દ્ર તથા રાજયનું વન વિભાગ સફાળું જાગૃત થવા પામ્યા છે. નિષ્ણાંતોની ટીમે આપેલી સુચનોને અનુસરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની તથા જરૂર જણાય તે વાયરસનું પ્રમાણ રોકવા રોગ પ્રતિકાર વેકશીન અમેરીકાની પુરતી પ્રમાણમાં તાબડતોડ મંગાવવામાં આવી છે. અને શુક્રવારે તા.5 બપોર પહેલાં ગીર ખાતે પહોંચી જશે સાથોસાથ દલખાણીયા રેન્જમાં સિંહોના વ્યાપક પ્રમાણમાં થયેલા મોત બાબતે વધુ તપાસ માટે લંડલ અને રોયલ વેટરનરી કોલેજ લંડનના નિષ્ણાંતોનો સંપર્ક કરવામાં આવેલ હોવાનું તથા આ ટીમને સ્થળ મુલાકાત લેવા માટે આમંત્રણ પણ અપાયું હોવાનું જાણવા મળેલ છે.
જુનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડી.ટી.વસાવડાએ આજે મોડે મોડે પ્રસીઘ્ધ કરેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ગત તા.12/9 થી 19/9 દરમીયાન 11 સિંહોનો મોતા થતાં આ આંકડો ર3 પર પહોંચવા પામ્યો છે. જેમાંથી 14 સિંહોના સારવાર દરમીયાન મોત થવા પામ્યાનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
જુનાગઢના મુખ્ય વન સંરક્ષક ડી.ટી.વસાવડાએ અખબારી યાદીમાં એ વાતને સમર્થન આપ્યું છે કે, મૃત સિંહોના અવશેષો તથા સેમ્પલ મેળવી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી પુના ખાતે પરીક્ષણ હેતુ માટે મોકલવામાં આવ્યા હતાં જેમાંથી 4 સિંહોના વાયરસથી જ્યારે 10 સિંહોમાં બેબીસીયા નામક પ્રોટા જોવાની ઉપસ્થિત ઘ્યાન ઉપર આવ્યું છે.
ધારી પુર્વ વિસ્તારમાં વિભાગમાં સિંહોના મોતની ઘટના બાદ અખબારોમાં પ્રસિઘ્ધ થયેલ અહેવાલો બાદ વન વિભાગ ચૌંકનું બન્યુ હતું અને રાજયના વન વિભાગના અધિકારીઓ ગીર અને બહુદ વિસ્તારમાં પહોંચી ગયા હતાં અને પ્રથમ દ્રષ્ટીએ પ્રાથમિક અહેવાલમાં સિંહોના મોત ઇનફાઇટમાં થયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પત્રકાર આલમ અને સિંહ પ્રેમીઓ દ્વારા શંકાઓ સેવાતા અંતે રાજય સરકાના મુખ્ય વન્યજીવ સંરક્ષકની સીધી દેખરેખ હેઠળ ગીર રક્ષીત વિસ્તાર અને બહાર વસતા સિંહોની સ્કીનીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 150 જેટલી ટીમો બનાવી 600 વન અધિકારીઓ તથા કર્મીઓને નોતરવામાં આવ્યા હતાં તે દરમ્યાન બીમારી હાલતમાં મળી આવેલા સિંહો પૈકી 7 સિંહોને સામાન્ય ઇજાઓ હતી તેમને સારવાર આપી મુકત કરવામાં આવ્યાં હતાં જ્યારે 3 વધુ ઇજાઓ વાળા સિંહોને જશાધાર રેસ્કયુ સેન્ટરમાં સારવારમાં રાખવામાં આવ્યા છે.
ગીરના સિંહોના વ્યાપક પ્રમાણમાં થયેલ મોત બાદ કેન્દ્ર સરકારની ટીમે બે દીવસ ગીર રક્ષીત અને નજીકના વિસ્તારમાં મુલાકાત લીધી હતી. અને સિંહોના નીયમીત સ્કીનીંગ, ચકાસણી માટે તાકીદ કરવામાં આવી હોવાનું અને સઘન પ્રેટોલીંગ સાથે માલઢોરનું રસીકરણ અને પશુ ચીકીત્સકની સુવીધા ઉપલબ્ધ કરવાની સુવિધા આપવામાં આવી હતી.
જ્યારે ઇન્ડીયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ બરેલી તથા દિલ્હી એન યુનીના ઇટાવાની સફારી પાર્કની 10 નિષ્ણાંતોની ટીમ 3 દીવસ માટે ગીરની મુલાકાતે આવ્યા હતાં અને સાધાર-જામવાળા રેસ્કયુ સેન્ટરની મુલાકાત લઇ તબીબો સાથે ચર્ચા-વિચારણા કરી સમિક્ષા કરી હોવાનું જુનાગઢ મુખ્ય વન સંરક્ષકે જણાવ્યું હતું.
જેના પગલે રાજય સરકાર દ્વારા દલખાણીયા રેન્જના સિંહોની બીમારી અન્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે નજીકમાં આવેલ સેમરડી વિસ્તારના 31 સિંહો અને પાલીયા વિસ્તારના ર સિંહો મળી કુલ 33 સિંહોને જામવાળા અને બારકોટા,રાજુલા રેસ્કયુ સેન્ટર ખોત આઇસોલેટ કર તેમને હાલમાં અવલોકનમાં રાખવામાં આવ્યા હોવાનું તથા તેમના લોહી તથા લાળના સેમ્પલ લઇ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયએલોજી અને ઇન્ડીયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે મોકલવામાં આવેલ હતાં જેમાંથ અમુકના પરીણામ નેગેટીવ આવેલ હોવાનું અને બાકીનાના રીપોર્ટ બાકી હોય પરીણામ બાદ પગલાં લેવામાં આવશે તેમ વસાવડાએ જણાવ્યું છે.
સાથોસાથ ર3 સિંહના મોત બાદ જરૂ જણાયે વાયરસનો પ્રસાર રોકવા પ્રતિકારક વેકસીન ભારત સરકારના સંપુર્ણ સંકલનમાં રહી અમેરીકાથી પુરતા પ્રમાણમાં વેકસીન તાબડતોડ મંગાવવામાં આવેલ છે. જે શુક્રવારે તા.5/10 ના બપોરના પહેલા ગીર ખાતે પહોંચી જાય તેવી વ્યવસ્થા ગોઠવાય હોવાની તથા દલખાણીયા રેન્જમાં ર3 સિંહોના થયેલ મોત બાબતે વધુ તપાસ માટે લંડલ અને રોયલ વેટરનરી કોલેજ લંડનના નિષ્ણાંતોનો સંપર્ક કરી તેને ગીરના જંગલ અને ખાસ કરીને દલખાણીયા રેન્જની મુલાકાત લેવા માટે આમંત્રણ અપાયું હોવાનું જુનાગઢના મુખ્ય વન સંરક્ષક ડી.ટી.વસાવડાએ અંતમાં જણાવ્યું છે.