પાલિતાણામાં પ્રેમની વેદી પર પ્રેમીઓનો ભોગ: યુવતીની હત્યા, યુવાનનો આપઘાતOctober 04, 2018

 સગાઈ થઈ ગયા છતા બહેન ફોન પર અન્ય સાથે વાત કરતી હોવાથી ભાઈએ મારી નાખી, હત્યાની જાણ થતા પ્રેમીએ ગળાફાંસો ખાધો
ભાવનગર તા.4
પાલીતાણામાં પોતાની સગાઇ થઇ ગયેલી બહેન અન્ય પ્રેમી યુવક સાથે ફોન પર વાત કરતી હોઇ ઝઘડો થતા ભાઇએ સગી બહેનને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી જેની જાણ થતા જ સગીર પ્રેમી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લેતા સનસનાટી સાથે અરેરાટી વ્યાપી ગઇ હતી.
પાલીતાણા શહેરના પચાસ વારીયા વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરીવારમાં કોઇ કારણસર સગા ભાઇએ તેની જ બહેનને તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા નિજપાવી નાખી હતી, પચાસ વારીયા વિસ્તારમાં રહેતા હનીફભાઇના પુત્ર અબ્બાસે આજે સવારના સમયે તેની 16 વર્ષની બહેન મુસ્કાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઇ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પાલીતાણા ટાઉન પોલીસ ઘટના સ્થળે જાય મુસ્કાનના મૃતદેહનોને કબ્જો મેળવી પીએમ માટે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ પીએમ માટે ખસેડી અને વધુ તપાસ હાથ ધરી હતી તેમજ હત્યારા ભાઇને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ હત્યાના બનાવના પગલે લોકોમાં મોટી સંખ્યામાં ટોળા એકઠા થઇ ગયા હતાં.
જો કે આ હત્યા અંગેનું હજુ કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ લોકોમાં થતી ચર્ચા મુજબ કોઇ પારિવારિક કલેહના કારણે આ હત્યા થઇ હોવાનું માનવામાં આવે છે.
દરમિયાન વધુમાં મળતી વિગત મુજબ મુસ્કાન નામની 17 વર્ષની તરૂણીની તેનાં સગા ભાઇએ છરીનાં ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. જેના કારણોસર મુસ્કાનની ભાવનગર સગાઇ થતી હતી પણ મુસ્કાન મોબાઇલ ઉપર પ-પ યુવાન પ્રેમી સાથે વળો કરતી હતી. આ બાબતે ઝઘડો કરી છરી મારી હત્યા કરી હતી. દરમિયાન જે અંગે જાણ થતાં મુસ્કાનનો પ્રેમી પાલીતાણામાં જ રહેતાં જગદીશ બુધાભાઇ મકવાણા (ઉ.વ.22) એ ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. બનાવે પાલીતાણામાં ચકચાર
જગાવી છે.