શેરબજારમાં સુનામી: રૂપિયાનું અવિરત ધોવાણOctober 04, 2018

 સેન્સેક્સ 882, નિફ્ટી 275 પોઈન્ટ સુધી તૂટ્યા, ડોલર સામે રૂપિયો વધુ 40 પૈસા ધોવાઈને 73.79ના નવા તળિયે
રાજકોટ તા,4
ભારતીય શેરબજાર અને અર્થતંત્રમાં સપ્ટેમ્બર બાદ ઓક્ટોબર સીરીઝનો પણ અત્યંત ખરાબ પ્રારંભ થયો હોય તેમ ગઇકાલે શેરબજાર અને ડોલર સામે રૂપિયાનું ધોવાણ થયા બાદ આજે સતત બીજા દિવસે શેરબજાર અને રૂપિયામાં કડાકા બોલતા રોકાણકારો તથા આયાતકારોમાં ઘેરી ચિંતાની લાગણી જન્મી છે અને આ મંદી તેમજ ફુગાવો કયાં જઇને અટકશે? તેવો સવાલ સર્વત્ર ઉઠવા લાગ્યો છે.
રૂપિયાના સતત અવમુલ્યન અને શેરબજારમાં ધોવાણના કારણે રોકાણકારોની કરોડો રૂપિયાની મુડી પણ ધોવાઈ રહી છે પરંતુ કેન્દ્ર સરકારે કોઇ પગલા નહીં ભરતા સર્વત્ર રોષની લાગણી પ્રવર્તી રહી છે અને મોદી ક્ષ સેન્સેક્સ 882, નિફ્ટી 275 પોઈન્ટ સુધી તૂટ્યા, ડોલર સામે રૂપિયો વધુ 40 પૈસા ધોવાઈને 73.79ના નવા તળિયે
રાજકોટ તા,4
ભારતીય શેરબજાર અને અર્થતંત્રમાં સપ્ટેમ્બર બાદ ઓક્ટોબર સીરીઝનો પણ અત્યંત ખરાબ પ્રારંભ થયો હોય તેમ ગઇકાલે શેરબજાર અને ડોલર સામે રૂપિયાનું ધોવાણ થયા બાદ આજે સતત બીજા દિવસે શેરબજાર અને રૂપિયામાં કડાકા બોલતા રોકાણકારો તથા આયાતકારોમાં ઘેરી ચિંતાની લાગણી જન્મી છે અને આ મંદી તેમજ ફુગાવો કયાં જઇને અટકશે? તેવો સવાલ સર્વત્ર ઉઠવા લાગ્યો છે.
રૂપિયાના સતત અવમુલ્યન અને શેરબજારમાં ધોવાણના કારણે રોકાણકારોની કરોડો રૂપિયાની મુડી પણ ધોવાઈ રહી છે પરંતુ કેન્દ્ર સરકારે કોઇ પગલા નહીં ભરતા સર્વત્ર રોષની લાગણી પ્રવર્તી રહી છે અને મોદી
સરકાર અર્થતંત્ર ઉપરથી પક્કડ ગુમાવી રહ્યાના અણસારો મળી રહ્યા છે.
ગઇકાલે 550 પોઈન્ટના કડાકા બાદ આજે પણ સવારે શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 660 પોઈન્ટનું ગાબડુ પડતા સેન્સેકસ 35325 સુધી સરકી ગયો હતો. જયારે નિફ્ટી પણ 200 પોઈન્ટ તુટતા 10657 પોઈન્ટનો લો બનાવ્યો હતો. બપોરે અઢી વાગ્યે બજારની મંદી વધુ ઘેરી બનતાં એક તબક્કે સેન્સેક્સ 882 પોઇન્ટ તૂટી 35093ના સ્તરે પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટી 275 પોઇન્ટ તૂટી 10583 સુધી ગબડી ગયો હતો. સેન્સેક્સ આવતીકાલે જ 35000નું સ્તર પણ તોડે તેવા સંકેતો મળી રહ્યા છે.
આજરીતે બેંક નિફ્ટી પણ 534 પોઈન્ટ તૂટતા 24535ના સ્તરે પહોંચી ગયો હતો. જો કે ત્યારબાદ સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં પણ આંશિક રિકવરી આવી હતી પરંતુ આજનું ક્લોઝિંગ ઘેરી મંદીમાં થાય તેવું સ્પષ્ટ જણાય છે.
આજે શેરબજારના હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 5 ટકા તેમજ સીટીએસ 4 ટકા તુટ્યો હતો. પરીણામે બજાર ઉપર હેવીવેઈટ શેરોએ દબાણ, બીજી તરફ ડોલર સામે રૂપિયાનું ધોવાણ પણ સતત ચાલુ રહ્યું છે. ગઇકાલે 73.34ના સ્તરે રૂપિયો બંધ રહ્યા બાદ આજે ડોલર સામે રૂપિયો વધુ 40 પૈસા તુટતા 73.79નો નવો લો બનાવ્યો છે. ડોલર સામે બે દિવસમાં રૂપિયામાં 90 પૈસાનું ઐતિહાસિક ગાબડુ પડતા શેબજારમાં પણ ગભરાટ ફેલાયો છે.
નિષ્ણાંતો શું કહે છે?
ટ્રેડરોને ભય છે કે, અમેરિકી વ્યાજદરોમાં વધારો અને મોંઘાં બની રહેલાં ક્રૂડતેલને કારણે આર્થિક સ્થિતિ કથળી રહી છે. દેશમાં ફુગાવાનો દર વધી રહ્યો છે તેથી રિઝર્વ બેન્ક આગામી આર્થિક સમીક્ષામાં પોલિસી રેટમાં વધારો કરે તેવી પ્રબળ સંભાવના છે. મજબૂત ડોલર અને ક્રૂડની વધતી જતી કિંમતો રૂપિયાને વધુ નબળો બનાવી રહી છે. ડીબીએસ બેન્કના ઇકોનોમિસ્ટ રાધિકા રાવ કહે છે કે નજીકના સમયમાં રૂપિયાની કિંમતમાં મજબુતાઈ જોવા મળે તેવી કોઈ સંભાવના નથી. આઈસીઆરએના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ અદિતિ નાયર કહે છે કે, ક્રૂડની કિંમતમાં થઈ રહેલો વધારો રૂપિયા પર વધુ દબાણ લાવશે અને આગામી સમયમાં રૂપિયો 73-75 વચ્ચે ફંગોળાતો રહેશ
સરકાર અર્થતંત્ર ઉપરથી પક્કડ ગુમાવી રહ્યાના અણસારો મળી રહ્યા છે.
ગઇકાલે 550 પોઈન્ટના કડાકા બાદ આજે પણ સવારે શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 660 પોઈન્ટનું ગાબડુ પડતા સેન્સેકસ 35325 સુધી સરકી ગયો હતો. જયારે નિફ્ટી પણ 200 પોઈન્ટ તુટતા 10657 પોઈન્ટનો લો બનાવ્યો હતો. બપોરે અઢી વાગ્યે બજારની મંદી વધુ ઘેરી બનતાં એક તબક્કે સેન્સેક્સ 882 પોઇન્ટ તૂટી 35093ના સ્તરે પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટી 275 પોઇન્ટ તૂટી 10583 સુધી ગબડી ગયો હતો. સેન્સેક્સ આવતીકાલે જ 35000નું સ્તર પણ તોડે તેવા સંકેતો મળી રહ્યા છે.
આજરીતે બેંક નિફ્ટી પણ 534 પોઈન્ટ તૂટતા 24535ના સ્તરે પહોંચી ગયો હતો. જો કે ત્યારબાદ સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં પણ આંશિક રિકવરી આવી હતી પરંતુ આજનું ક્લોઝિંગ ઘેરી મંદીમાં થાય તેવું સ્પષ્ટ જણાય છે.
આજે શેરબજારના હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 5 ટકા તેમજ સીટીએસ 4 ટકા તુટ્યો હતો. પરીણામે બજાર ઉપર હેવીવેઈટ શેરોએ દબાણ, બીજી તરફ ડોલર સામે રૂપિયાનું ધોવાણ પણ સતત ચાલુ રહ્યું છે. ગઇકાલે 73.34ના સ્તરે રૂપિયો બંધ રહ્યા બાદ આજે ડોલર સામે રૂપિયો વધુ 40 પૈસા તુટતા 73.79નો નવો લો બનાવ્યો છે. ડોલર સામે બે દિવસમાં રૂપિયામાં 90 પૈસાનું ઐતિહાસિક ગાબડુ પડતા શેબજારમાં પણ ગભરાટ ફેલાયો છે.
નિષ્ણાંતો શું કહે છે?
ટ્રેડરોને ભય છે કે, અમેરિકી વ્યાજદરોમાં વધારો અને મોંઘાં બની રહેલાં ક્રૂડતેલને કારણે આર્થિક સ્થિતિ કથળી રહી છે. દેશમાં ફુગાવાનો દર વધી રહ્યો છે તેથી રિઝર્વ બેન્ક આગામી આર્થિક સમીક્ષામાં પોલિસી રેટમાં વધારો કરે તેવી પ્રબળ સંભાવના છે. મજબૂત ડોલર અને ક્રૂડની વધતી જતી કિંમતો રૂપિયાને વધુ નબળો બનાવી રહી છે. ડીબીએસ બેન્કના ઇકોનોમિસ્ટ રાધિકા રાવ કહે છે કે નજીકના સમયમાં રૂપિયાની કિંમતમાં મજબુતાઈ જોવા મળે તેવી કોઈ સંભાવના નથી. આઈસીઆરએના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ અદિતિ નાયર કહે છે કે, ક્રૂડની કિંમતમાં થઈ રહેલો વધારો રૂપિયા પર વધુ દબાણ લાવશે અને આગામી સમયમાં રૂપિયો 73-75 વચ્ચે ફંગોળાતો રહેશે.