કૃષ્ણના ભગવાન હોવાનો પુરાવો આપો!

મથુરા તા.૪
છત્તીસગઢના એક આરટીઆઈ કાર્યકર્તાએ મથુરાના જિલ્લા પ્રશાસન પાસે ભગવાન કૃષ્ણના જન્મ, તેમના ગામ અને તેમના દ્વારા વ્રજમાં કરવામાં આવતી લીલાઓ સંબંધે અનેક જાણકારીઓ માંગી છે. જેને લઈને હવે પ્રશાસન અસમંજસમાં પડી ગયું છે. જિલ્લાના મુખ્ય સૂચના અધિકારી તથા અપર જિલ્લાધિકારી (એડીએમ) (કાયદો અને વ્યવસ્થા) રમેશ ચંદ્રનું કહેવું છે કે જનમાન્યતા અને લોકોની અંગત આસ્થા સંબંધિત સવાલોના શું જવાબ આપવા તેને લઈને હાલ અસમંજસની સ્થિતિ છે.
છત્તીસગઢના બિલાસપુર જનપદના ગુમા ગામ નિવાસી આરટીઆઈ કાર્યકર્તા જૈનેન્દ્રકુમાર ગેંદલે જનસૂચના અધિકાર અધિનિયમ ૨૦૦૫ હટલ ૧૦ ‚પિયાનો પોસ્ટલ ઓર્ડર મોકલીને જિલ્લા પ્રશાસનને પૂછ્યું છે કે પસપ્ટેમ્બર ૩ના રોજ દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે રજા જાહેર કરીને ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આથી મહેરબાની કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત પ્રતિલિપી ઉપલબ્ધ કરાવો. જેનાથી તે સાબિત થઈ શકે કે તેમનો જન્મ તે જ દિવસે થયો હતો.
આરટીઆઈમાં એ પણ પૂછવામાં આવ્યું છે કે શું ખરેખર તેઓ ભગવાન હતાં તે જણાવો. અને હતા તો કેવી રીતે? તેમના ભગવાન હોવાની પ્રમાણિકતા પણ ઉપલબ્ધ કરાવો. ગેંદલે એ પણ પૂછ્યું છે કે ભગવાન કૃષ્ણનું ગામ કયું હતું? તેમણે ક્યાં ક્યાં લીલાઓ કરી હતી વગેરે.. વગેરે...