પિતૃદોષનું નિવારણ કરતી ઇંદીરા એકાદશીOctober 03, 2018

ભાદરવા વદ અગીયારસને શુક્રવાર તા.5.10.18ને ઇંદીરા એકાદશી છે.
દેવાધિદેવ ઇન્દ્રએ આ વ્રત કરી અને પ્રજાનો સાથ મેળવી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતા અને પોતાના માતા પિતાનો મોક્ષ થયો હતો તેની યાદ અપાવતી એકાદશી ઇન્દ્ર એટલે કે ઇન્દિરા એકાદશી
આ એકાદશીનુ વ્રત કરવાથી પિતૃઓને મોક્ષગતી મળે છે અને વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.
-: વ્રતવિધિ:-
સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી િ5તુઓને પગે લાગવુ ત્યારબાદ પુજા પાઠ કરી બ્રાહ્મણભોજન કરાવુ ૐ નમો ભગવતે વાસુદેવાયના જપ કરવા આખો દિવસ ઉપવાશ રહેવો રાત્રેના જાગરણ કરવું. એકાદશીના આગલા દિવસે પણ એકટાણું કરવું આવી રીતે વ્રત કરવાથી પોતાના પિતુઓને સદ્ગતિ મળે છે.
ભવગાન શ્રીકૃષ્ણ કહે છે સત્યયુગમાં ઇન્દ્રસેન નામના રાજા થઇ ગયા ત્યા એકવાર નારદજી પધારે છે. રાજા નારદજીને પ્રણામ કરી આદર સત્કાર આપે છે અને રાજા નારદજીને પુછે છે પુજા ના કેટલા પ્રકાર હોય છે ત્યારે નાદરજી કહે છે ત્રણ પ્રકારે પુજા થયા એક તો વૈદિકપુજા, જે સાત્વિક ગણાય છે જેમાં વ્રત, જપ, તપ વૈદિક મંત્રચ્ચાર રૂદ્રિ, ચંડીપાઠ આવે છે.
બીજો પ્રકાર છે પૌરાણિક: જે પણ સાત્વીક અને ઉત્તમ છે તેમાં સ્તોત્રોના પાઠ કરવા રામાયણ, ભાગવત જેવા ગ્ંરથોનુ શ્રવણ કરવુ સંતસમાગમ એટલે કે સંતોના આર્શીવાદ લેવા પુજા પાઠ કરવા
ત્રીજો પ્રકાર છે તાંત્રિક:- જે થોડો કઠીન અને ગુરુમુખી છે જેનો ઉપયોગ યોગ્ય સમયે જ કરી શકાય છે.
પુજા મા જે વૈદિક સુક્તો ભણીએ તેમા પરમ તત્ત્વની પહેચાન કરવાની સામગ્રી જ ભરી છે અને નારદજી કહે છે આપણા પુર્વજોના ગુણોનુ ચિંતન કરવુ અને સાચા માર્ગે ચાલવુ એજ સાચુ શ્રાધ્ધ ગણાય છે.
આ જન્મમા કરેલા અશુભ કર્મો આગલા જન્મમાં નડે જ છે અને પૂર્વજોના પાપો તેમના વંશ વારસાને નડે છે.
પાપછે ને તળિયા વિનાના ખાડા જેવું છે જેમાં પડતા બચી શકો પરંતુ એકવાર પડ્યા પછી બહાર નીકળાતુ નથી આથી પાપનો તિરસ્કાર કરો અને પાપીના સંગથી પણ દુર રહો નારદજી ઇન્દ્રસેનને કહે છે સંતસમાગમ અને ભાગવત, રામાયણનું પઠન જ પાપ ના દોષમાંથી બચાવી શકે છે. આમ આવી રીતે રાજા ઇન્દ્રસેન ઇન્દિરા એકાદશીનું વ્રત કરી અને પોતાના માતા પિતાને મોક્ષ ગતિ અપાવે છે.
-શાસ્ત્રી રાજદીપ જોષી
વૈદાંતરત્ન