તમારા મોબાઈલ નંબરનો કંઈક આવી રીતે ઉપયોગ કરી રહ્યું છે ફેસબુક, જાણો છો !

તમારા નંબરનો ફેસબુક કાંઈક આવી રીતે ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા કંપની ફેસબુકે આ વાત સ્વીકારી છે કે તે પોતાના યુઝર્સના મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સિક્યોરિટીના કારણે યુઝર્સ જે નંબર પોતાના ફેસબુક આઈડી પર અપડેટ કરે છે, તેનો ઉપયોગ ફેસબુક જાહેરાત ટાર્ગેટ માટે કરી રહી છે.
ફેસબુકે કર્યો સ્વીકાર. ટેકક્રંચની રિપોર્ટ મુજબ ફેસબુકના પ્રવક્તાએ કહ્યું, અમે ફેસબુક પર લોકોની જાણકારીનો ઉપયોગ કરીને તેમને વધારે સારો એક્સપીરિયન્સ આપવા માટે કરીએ છીએ. હકીકતમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન દરમિયાન યુઝર્સ તેમના એકાઉન્ટને વધારે સુરક્ષિત બનાવવા માટે તેમનો નંબર માગવામાં આવે છે.
આ ઓથેન્ટિકેશનની સેક્ધડ લેયર હોય છે, જેના માટે પ્રોવાઈડ કરાયેલા નંબરનો ઉપયોગ કંપની એડવર્ટાઈઝ માટે કરે છે.
ફોન નંબરનો આ રીતે થાય છે ઉપયોગ. ફેસબુક પ્રવક્તાએ કહ્યું, અમે લોકો સંપૂર્ણ રીતે સ્પષ્ટ છીએ કે જે જાણકારી અમે મેળવીએ છીએ તેમાં ફોન નંબર પણ શામેલ છે અને તેનો ઉપયોગ અમે કેવી રીતે કરીએ છીએ. તેમણે કહ્યું કે યુઝર્સ કોઈપણ સમયે અપલોડ કરાયેલી જાણકારી કંટ્રોલ અથવા ડિલીટ કરી શકે છે.
ફેસબુકને કેમ કરવી પડી સ્પષ્ટતા. ૠશુળજ્ઞમજ્ઞ દ્વારા રિપોર્ટ કરાવ્યા બાદ ફેસબુકે કન્ફર્મ કર્યું કે આ યુઝર્સના ફોન નંબરનો ઉપયોગ જાહેરાત ટાર્ગેટ કરવા માટે કરે છે.
ૠશુળજ્ઞમજ્ઞએ પોતાના રિપોર્ટમાં તે બે અમેરિકન યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો, જેમણે પોતાની રિસર્ચમાં જાણ્યું કે સોશિયલ નેટવર્કિંગ કંપની યુઝર્સના તેવા પર્સનલ ડેટાનો ઉપયોગ કરે છે જે એડ ટાર્ગેટના હેતુથી નથી હોતા. આ રિપોર્ટમાં વાત સામે આવ્યા બાદ ફેસબુકે આ વાત ક્ધફર્મ કરી હતી.