KBCના નામે ‘ઠગ ઓફ હિન્દુસ્તાન’ના મહા-ખેલ

  • KBCના નામે ‘ઠગ ઓફ  હિન્દુસ્તાન’ના મહા-ખેલ

મુંબઇ તા,17
ટીવીનો લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિ અંગે તમે જાણતા હશો. તમે ટીવી પર કેબીસી જોઈને એવું પણ વિચારી રહ્યા હશો કે આ સવાલ તો મને પણ ખબર છે, પરંતુ શું તમને ખબર છે કે વ્હોટ્સએપ પર કેબીસીના નામે કેટલાંક પ્રકારના ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યાં છે અને આવા મેસેજ અને ફોન કોલ દ્વારા લોકોને ઠગવામાં પણ આવે છે. તો આજે અમે તમને આવા ખોટા મેસેજથી માહિતગાર કરાવીશું.
તાજેતરમાં દિલ્હી પોલીસે જણાવ્યું કે કોન બનેગા કરોડપતિના નામે થોડા વર્ષોથી ઠગાઈ થઈ રહી છે, તેમ છતાં લોકો આ જાળમાં ફસાય છે. લોકોને લાગે છે કે ખરેખર તેમનું નસીબ ચમકી ગયુ છે, પરંતુ વાસ્તવમાં તેમની સાથે છેતરપિંડી થાય છે. ફક્ત ફોન પર નહીં, આ ઠગબાજો તમારા વ્હોટ્સએપ નંબર પર પણ મેસેજ કરે છે અને તમને
(અનુસંધાન પાના નં.8)
કેબીસીની ખોટી સ્કીમના જાળમાં ફસાવે છે. આ લોકો ફોન પર કહે છે કે અમે કેબીસીમાંથી બોલી રહ્યાં છે. અભિનંદન, તમે 10 લાખ રૂપિયા જીતી ગયા છો. આ ઈનામ તમને કેબીસી ક્વિઝ જીતવા માટે મળ્યું છે.
ફોન આવ્યા બાદ તમે જેવુ કહો છો કે તમે કેબીસીની કોઈ પ્રતિયોગિતામાં ભાગ લીધો નથી, તો આ ઠગબાજો તમને કહેશે કે હા અમને ખબર છે. તમારા એક સંબંધીને તમારી જરૂર છે. એવામાં લોકો વિશ્વાસ કરી મૂકે છે. અસલી રમત તો ત્યારે શરૂ થાય છે, જ્યારે આ ઠગબાજો તમારી પાસેથી ડિપોઝીટ મની માટે કહે છે. તેઓ કહે છે કે 8-10 હજાર રૂપિયા ટેક્સ રૂપે જમા કરાવી દો. ત્યારબાદ તમને 30 લાખ રૂપિયા સુધીની રકમ ઈનામ તરીકે મળશે. એવામાં લોકોમાં લાલચ જાગે છે કે 10 હજાર રૂપિયા જમા કરાવવાથી 30 લાખ રૂપિયા મળે છે તો વાંધો શું છે.
ઘણાં મામલામાં ઠગબાજો તમારી પાસેથી બેંક ડીટેઈલ પણ માંગી શકે છે. આ લોકો તમારી પાસેથી બેંક એકાઉન્ટ નંબર, સીવીવી નંબર અને પેટીએમ કાર્ડ નંબર પણ માંગી શકે છે.