જાણો સફળ લીડરના આ 5 રહસ્યો !

દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે અને લીડરશીપમાં આગળ વધવા માંગે છે, પરંતુ ભાગ્યે જ લોકોને સફળ લીડરની વિશિષ્ટતાઓ વિષે માહિતી હોય છે.
સફળ લીડરમાં એવું તે શું અલગ હોય છે જે તેમને બીજા કરતા અલગ બનાવે છે?
આવો જોઈએ આ 5 રહસ્ય જેના દ્વારા એક વ્યક્તિ સફળ લીડર બની શકે છે !
1) વેલ્યુઝ અને તેનું અમલીકરણ:
ઘણા લીડર એવા હોયછે જે વેલ્યુઝ ને બહુ મહત્વ આપતા નથી હોતા અને માત્ર ઉપર ઉપર થી લોકો પાસે કામ કઢાવે અથવા તો લોકાની સાથે એમનો વ્યવહાર બહુજ છીછરો હોય છે. જયારે સફળ લીડર હંમેશા વેલ્યુઝને પ્રાધાન્યતા આપે અને ક્યારેય પણ એમાં સમાધાન કરતા નથી. વેલ્યુઝ એટલે કે સંસ્કારિતા, કોઈ પણ કામ કે વ્યક્તિને યોગ્ય સમય અને માન આપવું અથવા તો શિસ્ત જાળવવી વગેરે. જૂઠું ના બોલે અથવા ખોટા કાર્ય ના કરે એ પણ સારી વેલ્યુઝ ની નિશાની છે.
2) ત્વરિત નિર્ણયશક્તિ :
સફળ લીડર્સ એવા લોકો છે જેઓ ની નિર્ણય શક્તિ ખુબજ ત્વરિત અને સચોટ હોય છે. કોઈ પણ સમયે તેઓ વિલંબ કર્યા વગર નિર્ણય લઇ શકે છે અને તેને વળગી રહેવાની ક્ષમતા ધરાવે છે. જે લોકો ની નિર્ણય શક્તિ નબળી હોય તેવા લોકો મોટાભાગે નિષ્ફ્ળતાના કાર્યનો અને દોષ નો ટોપલો બીજા પર થોપતા હોય છે, પરંતુ અસલમાં તો તેઓ એ ત્વરિત નિર્ણય ના લીધો હોય અથવા તેના પર ટકી રહેવાની હિંમત ના હોય.
3) પીપલ પરશન :
ઘણા લીડર જેમ આગળ વધતા જાય તેમ તેમ લોકો નો સાથ છોડી અને એકલા પડતા જાય છે, અથવા તો તેઓની સાથે કોઈ હોતું નથી, તેનું કારણ છે તેમનું લોકો પ્રત્યનું વર્તન, અને મોટાભાગે આવા માણસો અમુક લેવલથી આગળ વધી શકતા નથી, જયારે સફળ લીડર આના થી તદ્દન વિપરીત હોય છે, એટલેકે તેઓ હંમેશા લોકો સાથે રહી ને આગળ વધે છે, લોકો ને આગળ વધારે છે. આવા લોકો હંમેશા લાંબા સમય
સુધી લોકો ના દિલો પર રાજ કરતા હોય છે.
4) નોલેજમાં વધારો કરવો:
સફળ લીડર ની નિશાની છે કે તે હંમેશા તેના જ્ઞાન માં સતત વધારો કરતા હોય છે. અલગ અલગ વિષયો નું વાંચન કરીને કે અન્ય કોઈપણ રીતે તેઓ હંમેશા જ્ઞાન માં વધારો કરતા રહે છે. સમય મુજબ જો નોલેજ ને વધારવામાં ના આવે તો એવા લીડર નું ભવિષ્ય જોખમાય છે અને તેઓ બધાની વચ્ચે ઉઘાડા પડી જતા હોય છે. આ ઉપરાંત બીજા થી આગળ રહેવા માટે સ્કિલ ને પણ ઈમ્પ્રુવ કરતા રેહવું પડે છે.
5) અગ્રીમ શિસ્તબદ્ધતા :
એક સફળ લીડર અને એવરેજ લીડરની વચ્ચે જો કોઈ તફાવત હોય તો એ છે ડિસિપ્લિન એટલે કે શિસ્તબદ્ધતા, સફળ લીડર ખુબજ શિસ્તબદ્ધ હોય છે. કોઈ પણ કામને યોગ્ય પ્લાનિંગ સાથે કરવું, તથા દરેક કામ ને યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ કરવું, જે તે સમય ની મર્યાદામાં રહી ને ચુસ્ત રીતે સમય નું પાલન કરવું. તદુપરાંત, પોતાના કામ ને મોનિટર કરતા રહેવું અને જરૂર
જણાય ત્યાં અન્ય વ્યક્તિની મદદ લઇને પણ કામને પૂર્ણ કરવું આવા શિસ્તબદ્ધતાના અનેક ઉદાહરણો આપી શકાય છે.