નવરાત્રિ ટિપ્સ ફ્રોમ હોમ

  • નવરાત્રિ ટિપ્સ ફ્રોમ હોમ

નવરાત્રીના દિવસોમાં અલગ દેખાવા માટે જો કેટલીક ટિપ્સ ધ્યાનમાં રાખવામાં આવે તો વિનર બની શકાય છે. જોઈએ આવી જ કેટલીક ટિપ્સ.
* ડ્રેસમાં નવીનતા અને અવનવી સ્ટાઇલમાં રમવાની એક સામાન્ય બાબત છે આ ઉપરાંત જુદા જુદા પ્રોપ પણ ખૂબ અસરકરાક સાબિત થાય છે.
* પ્રોપ માટે છત્રી તેમજ માથા પર ગરબા, ગરબી લઇ શકાય છે.
* પ્રોપ તરીકે માંડવી, મંજીરા, ટિપ્પણી, પ્રજ્જવલિત દિવા વગેરે લઇ શકાય છે.
* અલગ પ્રકારના. ટેટુ એક નવો જ લુક આપે છે.
* જીન્સ એથનીક વેર પણ અપનાવી શકાય છે.
* માથા પર હીરા જડિત ટોપી અને સાફો દેખાવમાં ચાર ચાંદ લગાવી દે છે.
* ફ્યુઝન આઉટફિટસ દ્વારા પણ નવતર પ્રયોગ કરી શકાય છે.
* એક નવી ફેશન બ્લેક ગોગલ્સની પણ છે જેના દ્વારા અલગ દેખાઈ શકો છો.
* માથા પરનો ટીકો અને તેમાં અનેક વેરીએશન ખૂબ જ સુંદર લાગે છે.
આમ પોશાક તેમજ ઓર્નામેન્ટસ અને પ્રોપમાં વિવિધતા લાવી અનોખો અંદાજ અપનાવી શકાય છે.