ફૂડ ટોક

  • ફૂડ ટોક
  • ફૂડ ટોક
  • ફૂડ ટોક

ઓટસ પાઇનેપલ હલવો
: સામગ્રી :
1 કપ ઓટસ, 1/4 કપ - ખાંડ, 1/4 કપ પાઇનેપલ ક્રશ, 1 1/ર કપ દુધ, 4 ટે. - ઘી, રોસ્ટેડ બદામ અને કાજુના ટુકડા જરૂર મુજબ, કિસમિસ
: પધ્ધતિ :
સૌપ્રથમ દુધ અને ખાંડ મિકસ કરી એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું. હવે એક પેનમાં ઘી લઇ ઓટસનો કલર બદલે ત્યાં સુધી શેકવું. હવે દુધવાળુ મિશ્રણ ઓટસમાં ઉમેરી હલાવતા રહેવું. ઘટ્ટ થાય એટલે તેમાં પાઇનેપલ ક્રશ નાખી મિકસ કરી થોડીવાર થવા દેવું. ત્યારબાદ કિસમિસ, બદામ અને કાજુ ઉમેરી મિકસ કરવું. આ રીતે ઓટસ પાઇનેપલ હલવો તૈયાર છે.
આ હલવામાં સ્ટ્રોબેરી ક્રશ, લીચીક્રશ, મેંગોક્રશ ઉમેરી અલગ-અલગ ફલેવરમાં બનાવી શકાય.
પેજીરી (પંજરી)
: સામગ્રી :
1 કપ ઘઉંનો લોટ, 1/ર કપ દળેલી ખાંડ, રોસ્ટેડ કાજુ, બદામના ટુકડા જરૂર મુજબ, કિસમિસ જરૂર મુજબ, 4 થી પ ટે. સ્પુન - ઘી, 1/4 ટી સ્પુન એલચી, જાયફળ પાવડર.
: પધ્ધતિ :
સૌપ્રથમ એક પેનમાં લોટને શેકવો. લોટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો. ત્યારબાદ તેમાં ઘી ઉમેરવું. સરખુ મિકસ કરવું. ત્યારબાદ રોસ્ટેડ કાજુ-બદામના ટુકડા એડ કરવા. થોડીવાર શેકવું. હવે ગેસ બંધ કરી પેનને પ મીનીટ માટે ઠંડુ થવા દેવું. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ મિકસ કરવી તેમજ એલચી, જાયફળ પાવડર મિકસ કરવો. છેલ્લે કિસમિસ એડ કરી મિકસ કરવું. સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરવું. પંજીરી તૈયાર છે.