મ.પ્રદેશમાં ભાજપને કોંગ્રેસનો લાભ મળશે


ભોપાલ, તા. 16
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સપા અને બસપા સહિત અન્ય ક્ષેત્રિય દળોની સાથે ચૂંટણી લડવામાં સફળ ન રહેતા ભાજપને ફાયદો થઇ રહૃાો છે. ક્ષેત્રિય પક્ષો સાથે ગઠબંધન કરવામાં કોંગ્રેસને નિષ્ફળતા મળતા હવે ભારતીય જનતા પાર્ટી આક્રમક દેખાઈ રહી છે.
ભાજપને આનો ફાયદો ચૂંટણીમાં થઇ શકે છે. ક્ષેત્રિય પક્ષોએ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તમામ 230 સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. મહાગઠબંધન બનવાની શકયતા ભાજપ માટે કોઇપણ દ્રષ્ટિએ યોગ્ય દેખાઈ રહી ન હતી. એકમત થયેલા વિપક્ષ સામે ભાજપને મુશ્કેલી નડે તેવી સ્થિતિ હતી પરંતુ હવે ભાજપને વધારે ચિંતા દેખાઈ રહી નથી.