દિવ્ય તેજોમય આ પર્વ માનવજાત માટે કલ્યાણકારી છેOctober 16, 2018

 સર્વ દૈવીઓને શક્તિઓ પ્રદાન કરનાર કોણ? કઈ રીતે અને કયારે શક્તિઓ પ્રદાન કરી હશે?
શકિત એટલે બળ, તાકાત કે હિંમત. ભૌતિક જગતમાં દરેક નાની મોટી ચીજ વસ્તુમાં પોત પોતાની શકિત રહેલ છે તે અનુસાર તેનો ઉપયોગ થાય છે. જેમ કે એક નાની ટાંકણીમાં પોતાની તાકાત છે તો તલવાર કે સોયમાં પોતાની...એક જ ધાતુમાંથી બનેલ હોય છતા દરેક રૂપ અલગ શકિત અલગ. છતા તલવારને જોઈ સોયને ભૂલી ન જવાય કારણ કે સોયનું કામ તલવાર ન કરી શકે...તલવારનું કામ સોય ન કરી શકે. આ છે ભૌતિક ચિજવસ્તુની તાકાત. આપણે જાણીશુ માનવીય શકિત...અને તે પણ સતોપ્રધાન સ્વરૂપની તાકાત જેને દૈવી શકિત પણ કહી શકાય.
ક્ષ દૈવી શકિતઓ:- સૃષ્ટિના આદિકાળમાં આપણી અંદર રહેલા સર્વ દૈવી મૂલ્યો..જેવા કે શાંતિ, આનંદ, પવિત્રતા, ધૈર્યતા, નમ્રતા વગેરે
ક્ષ આસુરી શકિતઓ:- દ્વાપરયુગથી અંતર આત્મામાં પ્રવેશ કરનાર કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, ઈર્ષા, દ્વેષ વગેરે...
ક્ષ ઈશ્ર્વરીય શકિત:- દેવી દેવતાઓના જીવનના મૂલ્યો પર આસુરી અવગુણો છવાઈ ગયા એટલે કે અંતર આત્મા મેલી, દુષિત બની ગઈ...તે સ્વચ્છતા માટે...વિકારોના મેલને ભસ્મ કરનાર...તમો પ્રધાન આત્માને પુન: સતોપ્રધાન બનાવનાર જે શકિત છે તે ઈશ્ર્વરીય શકિત, શિવ પરમાત્માની શકિત અર્થાત...
જગત જનનીને શકિત્ઓ પ્રદાન કરનાર સ્વયં વિશ્ર્વ-કલ્યાણકારી, જગતપિતા, નિરાકાર શિવ પરમાત્મા જ છે. શિવ પરમાત્મા...સમસ્ત મનુષ્યાત્માઓના કલ્યાણકારી પારલૌકિક માતપિતા છે. જે સ્વયં ગુણોના ભંડાર છે. જેમના માટે જ ગાયન થયુ...સત્યમ-શિવમ...સુંદરમ... દેવોના પણ દેવ...મહાદેવ, તો દેવીઓના પણ દેવ શિવ જ છે, પિતાઓના પણ પિતા તો ગુરૂઓના પણ સતગુરૂ શિવ જ છે. સૃષ્ટિના આદિ-મધ્ય-અંતનું જ્ઞાન આપનાર જ્ઞાનના સાગર છે, સાથે સાથે સમસ્ત જીવસૃષ્ટિના સાચા માર્ગદર્શક પણ શિવ જ છે, પિતાઓના પણ પિતા તો ગુરૂઓના પણ સતગુરૂ શિવ જ છે. સૃષ્ટિના આદિ-મધ્ય-અંતનું જ્ઞાન આપનાર જ્ઞાનના સાગર છે, સાથે સાથે સમસ્ત જીવસૃષ્ટિના સાચા માર્ગદર્શક પણ શિવ જ છે. વર્તમાન કળિયુગના અંત અને સતયુગના આદિ પુરૂષોતમ કલ્યાણકારી સંગમયુગે શિવપિતા સ્વયં વિશ્ર્વધરા પર દિવ્ય અવતરણ કરી ઈશ્ર્વરીય જ્ઞાન અને રાજયોગનું શિક્ષણ આપી રહ્યા છે. જે યોગના અભ્યાસથી જ આપણે આસુરી સંસ્કારો પર જીત મેળવી દૈવી શકિતઓની અનુભૂતિ કરી શકીએ છીએ. - બ્રહ્માકુમારી (ભારતીદીદી)