નીતિશ કુમારે તારીખ ન આપી


ગાંધીનગર : ગુજરાતમાં પરપ્રાંતિયો અને ખાસ કરીને યુપી, બિહારના લોકો પર થયેલા હુમલા બાદ દેશ કોઇની જાગીર નથી તેવું આક્રમક નિવેદન બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આપ્યું હતું ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે આમંત્રણ આપવા ગુજરાત સરકારના મંત્રીને નીતિશકુમારે આપેલી મુલાકાતની તારીખ પણ મોકૂફ રાખી છે. ગુજરાત સરકાર તરફથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા માટે મંત્રી મંડળના સભ્યોને વિવિધ રાજ્યોમાં મોકલીને મુખ્યમંત્રી તથા રાજ્યપાલને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ બિહાર જવાના હતા તે માટે અગાઉ નીતિશકુમાર તરફથી 16મી ઓક્ટોબર અપાઇ હતી.