ખાદી હવે નથી રહી સાદીOctober 16, 2018

નવી દિલ્હી તા.16
હાલમાં ઓક્ટોબર મહિનામાં ખાદીમાં દરેક જગ્યાએ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે ત્યારે લોકો ખાદીના વસ્ત્રો, આસન, ચાદર, કુશન કવર વગેરેની ખરીદીમાં પડ્યા છે. જોકે ખાદીના વસ્ત્રો હંમેશાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. ખાદીના કાપડનો મૂળ ગુણધર્મ એ છે કે તેનાથી ગરમી ઓછી લાગે છે માટે જ ઉનાળામાં તે વિશેષ રાહતદાયક બની રહે છે.
જે તમે લગ્નથી માંડીને કોઈ પણ પ્રસંગે પહેરી શકો છો. તે સિવાય ભારતના ઘણા ફેશન ડિઝાઇનર્સે ખાદીના દેશી ગણાતા કાપડનો ઉપયોગ કરીને ભારતભરમાં તેના ડિઝાઇનર વસ્ત્રો લોકપ્રિય બનાવ્યા છે. સામાન્ય રીતે ખાદીના વસ્ત્રોનું વેચાણ કરતી દુકાનોમાં ખાદીના સદરા, સલવાર કુર્તા, અને કોટી, ઝભ્ભા જ જોવા મળે છે. પરંતુ ફેશન ડિઝાઇનર સિલ્ક ખાદી, સાદી ખાદી, પોલીવસ્ત્ર ખાદીના કોમ્બિનેશનથી અનારકલી ડ્રેસ, લગ્ન માટેના ધોતી અને શેરવાની, ફ્રોક, જંપ સૂટ, બેબી ફ્રોક, ડિઝાઇનર શર્ટ, ડિઝાઇનર સાડી જેવા ઘણા ક્લેક્શન બહાર પાડ્યા છે.ખાદીના કાપડ થકી બનતા સ્ટાઇલિશ વસ્ત્રોમાં સિલ્ક ખાદી, પોલી વસ્ત્ર ખાદી, સાદી તથા થોડી જાડી ખાદીમાંથી તમે કેપ્રી, જંપ સૂટ, અનારકલી ડ્રેસિસ, સ્કર્ટ ટોપ, ફ્રોક, પ્લાઝો પેન્ટ,જેકેટ,વેસ્ટ કોટ,સાડી વગેરે તમારી જરૂરિયાત પ્રમાણે વિવિધ ડિઝાઇનર વસ્ત્રો બનાવી શકો છે.