T-20, T-10ની તો 1, 2 ને 3: આઇસીસી

સિંગાપોર તા.16
ક્રિકેટજગતનું સંચાલન કરતી આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની અહીં આજે શ્રેણીબદ્ધ બેઠકો શરૂ થશે જેમાંની એક મહત્ત્વની મીટિંગમાં મોવડીઓ વિશ્ર્વભરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ટી-ટ્વેન્ટી અને ટી-ટેન સિરીઝોના મુદ્દે ચર્ચા કરશે. સૌથી ધનિક સ્પર્ધા આઇપીએલને પગલે આઇસીસીના લગભગ દરેક મેમ્બર-રાષ્ટ્રોએ પોતાની લીગ સ્પર્ધા શરૂ કરી છે અને અફઘાનિસ્તાન તથા સાઉથ આફ્રિકા એમાં લેટેસ્ટ ઉદાહરણો છે. ખુદ આઇસીસીએ તાજેતરમાં ટી-ટેન સ્પર્ધાને પણ મંજૂરી આપી દીધી હતી, પરંતુ આ લીગ સ્પર્ધાઓની યાદી વધતી ગઈ હોવાથી આઇસીસી આવી ટુર્નામેન્ટો પર નવા પ્રકારના નિયમનો લાગુ કરશે. સાઉથ આફ્રિકાની નવી લીગનું નામ ઍમ્ઝાન્સી સુપર લીગ ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટ છે જેની ગઈ કાલે જાહેરાત થઈ હતી.