વેપારીની દુકાનમાં માથાભારે શખ્સની તોડફોડ; કેશોદ સજજડ બંધOctober 15, 2018

જૂનાગઢ તા,15
કેશોદમાં તડીપાર અસામાજીક તત્વે એક દુકાનમાં બીજી વખત પોતાની દાદાગીરીનું પ્રદર્શન કરી તોડફોડ કરતાં કેશોદના વેપારીઓએ આજે પોતાના વેપાર-ધંધા બંધ રાખી. રોષ પ્રગટ કર્યો હતો. શહેરમાં વેપારીઓના ટોળે-ટોળા જામ્યા છે તો મોટી સંખ્યામાં વેપારીઓ બાઈક પર નીકળી દુકાનો બંધ કરાવી હતી. નવાઈની વાત એ છે કે, કેશોદના વેપારીઓ બંધ પાળી રહ્યાં છે અને ટાઉનમાં લોકોના ટોળા જામ્યા છે ત બાબતની કંટ્રોલને પણ જાણ નથી અને કેશોદ પોલીસ જાણીને કહીએ તેવો જવાબ પોલીસ કંટ્રોલને આપી રહી છે.
કેશોદના શરદ ચોકમાં આવેલી હરસીધ્ધી પાનની દુકાનમાં એક માથાભારે મુસ્લીમ શખ્સે બીજી વખત દુકાને જઈ બબાલ કરી દુકાનમાં તેાડફોડ કરતાં કેશોદના વેપરીઓ રોષે ભરાયા વિરોધમાં પોતાની દુકાનો ટપોપટ બંધ કરી દઈને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
શરદ ચોકમાં પાનની દુકાનમાં અગાઉ તડીપાર-કરાયેલ અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા એવા શહેબાઝ ગફાર મહીડાએ આ અગાઉ પણ આ જ દુકાનમાં તોડફોડ કરી હતી ફરી બીજી વખત પણ આ જ દુકાનમાં તોડફોડ કરી હતી ફરી બીજી વખત પણ આ જ શખ્સ દ્વારા ગુંડાગર્દી અને આંતક મચાવતાં દુકાનના માલીક અમિત રમેશભાઈ બોટીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા આ બાબત વાયુવેગે કેશોદમાં આપી દેવામાં આવ્યું હતું અને વિશાળ સંખ્યામાં વેપારીઓ બાઈક ઉપર રેલી સ્વરૂપે નીકળી ખુલ્લી દુકાનો બંધ કરાવી હતી. અને દરમીયાન એક વાત મુજબ કેશોદમાં અસામાજીક તત્વોના આંતક સામે જેને તડીપાર કરાયો છે તે શખ્સ કેશોદમાં દુકાનદારો પર રોફ જમાવી ગુંડાગર્દી કરેલ છે ત્યારે કેશોદના વેપારીઓ દ્વારા જીલ્લા પોલીસ વડા કેશોદ આવે અને તોડફોડ કરનાર માથાભારે શખ્સને તાત્કાલીક પકડી પાડી કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરી રહ્યાં છે.
અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ પોલીસ સ્ટેશનના ફોનના ડબલાં આવા સમયે જ બંધ થઇ જવા પામે છે તો સમાચાર આપવામાં લાજ-શરમ રાખવામાં આવે છે તેવી પત્રકારમાં વ્યાપક ફરીયાદ વચ્ચે કેશોદથી આ બાબતે સમર્થન નહીં મળતાં જૂનાગઢ કંન્ટ્રોલમાં ફોનીક વિગત મેળવવાના પ્રયત્નો કરાતાં છેલ્લા દોઢથી બે કલાકથી કેશોદ ટપોટપ બંધ થઇ રહ્યું છે, સીટીમાં બાઇક રેલી સ્વરૂપે વેપારીઓ બંધ કરાવવા નીકળ્યા છે અને ગામમાં લોકોના મોટા ટોળા એકઠા થયાં છે અને ગામમાં અજંપા જેવી સ્થિતિ સર્જાય ગઇ છે જેથી જુનાગઢ જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમને પણ સ્થાનિક કેશોદ પોલીસ દ્વારા જાણ કરાય નથી. હાલમાં કેશોદના વેપારીઓમાં ભારે રોષ પ્રગટ્યો છે અને કેશોદ સજ્જડ બંધ થઇ ગયું છે. શહેરમાં ભારે અજંપા સાથે વેપારીઓ ગાંધી ચીંધ્યા માર્ગે વેપાર-ધંધા બંધ કરી માથાભારે શખ્સને સત્વરે ઝડપી લઇ કડક કાર્યવાહી કરવામાં આવે તથા જીલ્લા પોલીસ વડા કેશોદની મુલાકાત લઇ વેપારીઓને સાંભળે તેવી માંગણી ઉઠવા પામી છે.