કોંગ્રેસ પ્રમુખની કોર્પોરેશનમાં બઘડાટી, હાઈકોર્ટમાં જવાની ચીમકીOctober 12, 2018

રાજકોટ તા,12
કોર્પોરેશનના જનરલ બોર્ડમાં સેક્રેટરી શાખાએ નગરસેવિકા ધર્મિષ્ઠાબા જાડેજાનો પ્રશ્ર્ન નહીં લેતા સર્જાયેલા વિવાદના પગલે આજે બપોરે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજ્યુ તે પણ કોર્પોરેશન કચેરીએ દોડી જઈ સેક્રેટરી સાથે ઉગ્ર માથાકુટ કરી હતી અને જરૂર પડે તો સોમવારે હાઈકોર્ટમાં જવાની ચમકી આપી છે.
રાજપુતે જણાવ્યું હતું કે કોર્પોરેશનના સેક્રેટરીએ જ લીગલ શાખાના પત્રનું અર્થઘટન ખોટુ કરીને વિવાદ ઉભો કર્યો છે. ધમિષ્ઠાબાને ગેરલાયક ઠેરવવાની કમિશ્નરની દરખાસ્ત અંગે હાઈકોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે અને એટર્ની જનરલે પણ હાઈકોર્ટમાં કોઈ કાર્યવાહી નહીં કરવાની ખાત્રી આપી છે. આમ છતાં સેક્રેટરી પોતાની રીતે અર્થઘટન કરી રહ્યા છે.
આજે બપોરે કોંગ્રેસ પ્રમુખ અને સેક્રેટરી વચ્ચે ઉગ્ર બબાલ થતા કોર્પોરેશન કચેરીમાં વાતાવરણ તંગ બની ગયુ હતું.
અંતે કોંગ્રેસ પ્રમુખે જરૂર પડે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી છે.