કોરિયાનું વેસલવોએઝ સીમ્ફની જહાજ ઘોઘા બંદરે આવી પહોચ્યું

60 ટ્રક, 35 કાર
અને 525
મુસાફરોને વહન
કરવાની ક્ષમતા
ભાવનગર તા.12
ઘોઘો દહેજ રો-પેકસ ફેરી સર્વિસનું અતિ આધુનિક જહાજ પ્રથમ નવરાત્રીની રાત્રે ઘોઘા ટર્મીનલ ખાતે આવી પહોચ્યું છે. હવે ટૂંક સમયમાં રો-પેકસ સર્વિસનું ઉદ્દઘાટન થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકી ઘોઘા દહેજ રો-પેકસ ફેરી સર્વિસના લોકાર્પણના દિવસો ગણાઇ રહ્યા છે ત્યારે પ્રથમ નવરાત્રીના દિવસે ફેરી સર્વિસમાં ચાલનાર કોરીયાનું ઝાઝરમાન વેસલવોએઝ સીમ્ફની ઘોઘા બંદરે આવી પહોચ્યું છે. હવે ટૂંક સમયમાં આ સર્વિસનું લોકાર્પણ થતા લોકો મુસાફરી કરી શકશે સાથે 60 ટ્રક અને બસ 35 કાર અને 525 મુસાફરોની વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
પ્રથમ માળે ટ્રક અને બસ માટે છે બીજો માળ કાર માટે છે ત્રીજો માળ મુસાફરો માટે છે. જેમાં ત્રણ કેટેગરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. બીઝનેસ, એજ્યુકેટીવ અને એકોનોમીક કલાસ સંપૂર્ણ એરક્ધડીશન બનાવ્યા છે. જ્યારે ચોથા માળેુ કેપ્ટન રૂમ છે. કોરીયાથી આ જહાજમાં અનેક સવલતો ચીનમાં ફીટ કરાઇ છે. આ જહાજમાં રેસ્ટોરન્ટ અને લોજ અને કોન્ફરન્સ હોલ બનાવાયા છે. ટૂંક સમયમાં શરૂ થતા આ રો-પેકસ સર્વિસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એક બનશે અને ધંધા રોજગારના અનેક દ્વાર ખુલશે.