શેરબજારના કડાકાએ ભોગ લીધો, ભારે નુકસાન જતા શેરદલાલનો આપઘાતOctober 12, 2018

 જેતપુરમાં ઓફિસમાં જ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો
જેતપુર તા.12
છેલ્લા ત્રણેક માસથી શેરબજારમાં બોલી રહેલા કડાકાના કારણે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે અને અનેક નાના-મધ્યમ રોકાણકારો પાયમાલ થઇ ગયા છે ત્યારે આજે જેતપુરમાં એક શેર દલાલે આપઘાત કરતા ભારે ચકચારી જાગી છે.
જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં સરદાર ચોકમાં વૈભવલક્ષ્મી ફાઇનાન્સ એન્ડ સર્વિસમાં નામે ઓફીસ ધરાવતા અને શેર લે-વેચનું કામ કરતા વિપુલ જયંતીભાઇ શીંગાળા નામના યુવાને ગતરાત્રે પોતાની ઓફીસમાં જ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણી
લીધો હતો.
પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મરનાર પટેલ યુવાન વિપુલ શીંગાળા શેર લે-વેચનો વ્યવસાય કરતો હતો અને ઘણા રોકાણકારોએ તેના ભરોસે શેરબજારમાં નાણા રોકયા હતા પરંતુ છેલ્લા બે માસમાં શેરબજારમાં આવેલા કડાકાના કારણે ભારે નુકસાન આવતા ચારે તરફથી ભીંસાયેલા યુવાને ચિંતામાને ચિંતામાં પોતાની ઓફીસમાં જ ગળાફાંસો ખાઇ લીધો હતો. આજે સવારે મૃતક વિપુલ શીંગાળાનો મૃતદેહ તેની ઓફીસમાંથી મળી આવ્યો હતો. યુવાન પુત્રના મોતથી પરીવારજનોમાં ઘેરા શોકની લાગણી જન્મી છે.