જામનગર અને મોરબીના બે બુટલેગર માલિયાસણ ચોકડીએ દારૂ સાથે ઝબ્બે

432 બોટલ દારૂ,
કાર અને મોબાઈલ સહીત 8.56 લાખનો મુદામાલ કબ્જે
રાજકોટ તા.12
રાજકોટમાં દારૂ જુગારના કેશો કરવા અંગે પોલીસ કમિશ્નરની સૂચનાથી કુવાડવા રોડ પોલીસે વોચ ગોઠવી માલિયાસણ ચોકડી નજીકથી દારૂની 432 બોટલ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લઇ 8.56 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખત્રી, ડીસીપી, એસીપીની સૂચનાથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ એ આર મોડિયાની રાહબરી હેઠળ સ્ટાફના પીએસઆઇ વી પી આહીર, દિલીપભાઈ, મનીષભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પીએસઆઇ વી પી આહીર સહિતના સ્ટાફને ખાનગીરાહે હકીકત મળી હતી કે દારૂ ભરેલી ઝાયલો કાર માલિયાસણ ચોકડી નજીકથી પસાર થવાની છે આ બાતમી આધારે વોચ ગોઠવી બાતમીવાળી કાર નીકળતા તેને અટકાવી જડતી લેતા અંદરથી જુદા જુદા બ્રાન્ડની 432 બોટલ દારૂ મળી આવતા પોલીસે કારમાં બેઠેલા જામનગરના મયુરસિંહ ભરતસિંહ સોઢા અને મોરબીના જીતેન્દ્ર મનસુખભાઇ જાકાસાણીયાને ઝડપી લીધા હતા પોલીસે દારૂ, કાર અને 3 મોબાઈલ સહિત 8.56 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.