બનેવીએ સાળી ઉપર બળાત્કાર કરી બિભત્સ ફોટા વાઇરલ કર્યાOctober 12, 2018

જૂનાગઢ તા,12
માંગરોળમાં સગા બનેવીએ સાળીના ફોટા પાડી વાયરલ કરવાની તથા બેન અને ભાણેજને મારી નાખવાની ધમકી આપી. મરજી વિરૂધ્ધ અવાર-નવાર દુષ્કર્મ આચરી. બીભત્સ ફોટા તથા લખાણ ફેસબુકમાં વાયરલ કર્યાનો બનાવ પ્રકરણમાં આવ્યો છે.
માંગરોળના વણકરવાસમાં રહેતી ચોક માકડીયા પરીવારની 24 વર્ષીય યુવતીના ઘરે જ સાથે રહેતા મૂળ દીવાસા ગામના બનેવી ગૌતમ ભીખાભાઈ પરમારે ઘરે કોઈ ન હતું ત્યારે યુવતી નહાવા જતા તેના સગા બનાવીએ યુવતીની જાણ બહાર ફોટા પાડી લીધા હતાં. અને ફોટા વાયરલ કરવાની તથા યુવતીની બેન અને નરાધમ ગૌતમની પત્ની તથા તેના ભાણેજને મારી નાખવાની ધમકી આપી ગત તા.30/9/2017 તથા તે પહેલાં અવાર-નવાર યુવતીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હોવાની તથા એક યુવતીની એફ.બી.આઈડી લઈ તેમાંથી બે વ્યક્તિઓને મોબાઈલમાં બીભત્સ ફોટા તથા લખાય વાયરલ કરવામાં આવતાં આ બનાવ માંગરોળ પોલીસ દફતરે નોંધાયો હતો.
ચોરી : જૂનાગઢના મધુરમમાં આવેલ સવરા એપાર્ટમેન્ટમાં બ્લોક નં.104માં રહેતા વીરેન હરીભાઈ ચાવડાનો બ્લોક ખુલ્લો હતો ત્યારે સોફા ઉપર પડેલ કેનોન કંપનીનો કેમેરો, પાવર બેન્ક, બ્લુટુથ સ્પીકર મળી કુલ રૂા.48528 ની કોઈ અજાણ્યો ઈશમ ચોરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાઈ પામી છે.
છરીથી હુમલો : જૂનાગઢના બીલખા રોડ ઉપર બ્હાઉદીન કોલેજની હોટેલ પાસે અમરેલીના ટોડા ગામનો યુવાન વિજય ભુપતભાઈ વાઘેલા ઉભો હતો ત્યારે તું અમારી દીકરની છેડતી કરે છે અને રૂા.10 હજાર ચોરેલ છે તેવો આક્ષેપ કરી મનસુખભાઈ જીવરાજભાઈ, મનસુખભાઈ ની પત્ની ગૌરીબેન, સાગર મનુ ચૌહાણ તથા કારણે ગડદાપાટુનો માર મારી વગેરે સાગરે છરી વડે હુમલો કરતાં ઈજાઓ કરતાં
સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ હતો.
અકસ્માતમાં મોત : કેશોદથી 3 કીમી સોમનાથ હોટેલ નજીક ફોર વ્હીલ નં.જીજે 3બીએ 7609ના ચાલકે એકટીવા હડફેટે લેતાં કારીબેન જેઠાભાઈને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં મોત નીપજયું હતું ત્યારે જેઠાભાઈને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.