સફેદ સોનાંના ઢગલાં: બાબરા યાર્ડમાં 10 હજાર મણ કપાસની આવક

 28મા વર્ષના
પ્રારંભે જ 950-1215 ભાવ બોલાયો
બાબરા, તા. 12
સૌરાષ્ટ્રમાં કપાસ આવકનું મુખ્ય પીઠુ ગણાતા બાબરા માર્કેટ યાર્ડના 28 માં વર્ષના મંગલ પ્રવેશે સફેદ સોનુ કપાસની ચાલુ સીઝનના પ્રથમ દિવસે 10 મણ ઉપરાંતની આવક રહેવા પામી હતી અને આજના મંગલ દિવસે બાબરા તાપડીયા આશ્રમના મહંત ઘનશ્યામદાસજી બાપુના વરદ હસ્તે માર્કેટ યાર્ડમાં જણસીની હરરાજીનું કાર્ય ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.
બાબરા માર્કેટ યાર્ડમાં સતત ચાર ટર્મથી બીનહરીફ સુકાની પ્રમુખ જીવજીભાઈ રાઠોડ તથા માર્કેટ સેક્રેટરી અજયભાઈ પંડયાના જણાવ્યા મુજબ હરરરાજી કાર્યમાં કપાસના બજાર ભાવ 950 થી 1215 સુધી રહ્યા હતાં.
બાબરા તાલુકામાં જીનીંગ ઉદ્યોગોના વ્યાપના કારણે કપાસના જથ્થાની મોટી જરૂરીયાત રહેવા પામે છે આ વિસ્તારમાં પાડતો ન્યાસ સૌરાષ્ટ્રના અ્ન્ય વિસ્તાર કરતા ઉચ્ચ ગુણવતા લેન્થનો હોવાથી કમીશન એજન્ટ વેપારી ભાઈઓ દ્વારા અન્ય સેન્ટરો મોટી ખરીદી કરવામાં આવે છે હાલ દિવાળી નજીક હોવાથી અને ખેડુતોની માંગણીના કારણે યાર્ડ આઠ દિવસ પહેલુ ધમધમવા લાગ્યુ છે આ તકે મોટી સંખ્યામાં ખેડુતો યાર્ડના ડિરેકટરશ્રીઓ ઉપસ્થિત રહેવા પામેલ હતાં.