‘સરદાર’ તૈયાર: વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમાનું 31મીએ લોકાર્પણ

  • ‘સરદાર’ તૈયાર: વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમાનું 31મીએ લોકાર્પણ

ઔપચારિક રહેશે ‘અનાવરણ’!: સરદાર પટેલ સરોવર ખાતે 3.2 કિ.મી. દુર સાધુબેટ રિવર આઈલેન્ડ પર સરદાર પટેલની જન્મજયંતીએ વિશ્ર્વની સૌથી ઊંચી એવી એમની પ્રતિમાનું ઉદઘાટન થવાનું છે. આમ તો કોઇ પ્રતિમાનું અનાવરણ થવાનું હોય ત્યારે એ પહેલા મલમલના કાપડનું આવરણ પહેરાવાય છે પરંતુ આટલા વિરાટ સ્ટેચ્યૂમાં એ કેમ શક્ય બને! નિર્ધારિત સમય પહેલાં જ સરદારની પ્રતિમા તૈયાર થઇ ગઇ છે.