ઉનાળાનું ટ્રેઇલરOctober 12, 2018


ચોમાસાએ વિદાય લીધી છે, ચાલુ સાલે મેઘરાજાએ નિરાશ કરતા ઉનાળામાં પાણીની સમસ્યા માથુ ફાડશે તેના ભણકારા અત્યારથી જ વાગી રહ્યા છે. કેટલાય ગામોમાંથી પાણીનો પોકાર શરુ થઇ ચુક્યો છે. ભાદરવો પૂર્ણ થયા બાદ આશો માસની શરુઆતમાં ઉનાળા જેવી ગરમીએ પશુ-પક્ષીઓને પણ પાણી માટે ભટકતા કરી દીધા છે. તસ્વીરમાં પાઇપમાંથી ટપકતા પાણીથી તરસ છીપાવતુ કબુતર નજરે પડે છે.
(તસવીર: પ્રવીણ સેદાણી)