ધ્રાંગધ્રાના ધોળી ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ-ફાયરિંગ

 15 લોકોને ઈજા, પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી
વઢવાણ તા. 12
ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામે જૂની અદાવતમાં પટેલ અને કોળીના જૂથ વચ્ચે હથિયારોનો છુટથી ઉપયોગ કરી મારામારી સર્જાઈ હતી જયારે એક શખ્સ દ્વારા ફાયરીંગ થયાનું બહાર આવતા પોલિસે ઘટના સ્થળે પહોંચી બંન્ને જુથની સામસામી ફરિયાદસ નોંધી હતી.
બનાવની વિગત મુજબ ધ્રાંગધ્રાના ધોળી ગામે રહેતા મેહુલભાઈ દલસુખભાઈ પટેલને આજ ગામના કરશનભાઈ કોળી વચ્ચે વર્ષોથી મનદુ:ખ ચાલ્યા કરે છે જેમા ગઈ કાલે રાત્રીનાં સમયે કરશનભાઈ સહિતના શખ્સોએ મેહુલભાઈ ઉપર હુમલો કરતા તેમને બચાવવા આવેલા અન્ય શખ્સો વચ્ચે ધીંગાણુ ખેલાયુ હતુ તે દરમિયાન એક શખ્સ દ્વારા ફાયરીંગ
થયાનું બહાર આવ્યુ છે મારામારીમાં 10 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
બનાવના પગલે મેહુલભાઈએ કોળી જૂથના કરશનભાઈ લાભભાઈ, મહાદેવભાઈ, વનરાજ નાગજી, ચંદુ નાનજી સહિતના શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
નોંધાવતા પોલીસે ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી બનાવની તપાસ હાથ ધરી છે.