શેરબજારમાં ઝડપી રિકવરી, સેન્સેક્સ 700 પોઇન્ટ, નિફ્ટી 225 પોઇન્ટ અપOctober 12, 2018

 ડોલર સામે રૂપિયો
30 પૈસા મજબૂત બની 73.75ના સ્તરે
રાજકોટ તા.12
ભારતીય શેરબજારમાં ઓક્ટોબર સીરીઝના પ્રારંભથી જ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે ગઇકાલે સેન્સેક્સ 759 પોઇન્ટ તુટ્યા બાદ આજે અચાનક જ શેરબજારમાં જોરદાર રિક્વરી આવી હતી અને સવારે ખૂલ્યા બાદ માત્ર એક જ કલાકના ટ્રેડીંગ દરમ્યાન સેન્સેક્સ 584 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો. જે બપોરના 2.45 કલાકે 700 પોઇન્ટ ઉછળી 34703 ઉપર ટ્રેડ કરતો હતો જ્યારે નિફ્ટી 225 પોઇન્ટના ઉછાળા સાથે 10460 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો.
ગઇકાલના ભારે ગાબડા બાદ આજે પણ શેરબજારમાં મંદીનો ઝોક રહેશે તેવી ધારણાઓ વચ્ચે આજે
સવારે બજાર તેજીમાં ખૂલ્યું હતું અને એક જ કલાકમાં સેન્સેક્સ 653 પોઇન્ટ વધીને 346ના સ્તરે ટ્રેડ કરતો હતો જ્યારે નિફ્ટી પણ 200 પોઇન્ટ વધીને 10435ના સ્તરે જોવા મળતો હતો. આ ઉપરાંત બેંક નિફ્ટીમાં પણ 425 પોઇન્ટ, મિડકેપ ઇન્ડેક્સ 345 અને સ્મોલકેપ ઇન્ડેક્સ 287 પોઇન્ટ ઉંચકાયેલા જોવા મળ્યા હતા. જો કે, બજારમાં જોરદાર ઉથલપાથલ જોવા મળ્યું હતું.
બીજી તરફ આજે ડોલર સામે રૂપિયામાં પણ રિક્વરી જોવા મળી હતી અને ડોલર સામે રૂપિયો 37 પૈસા મજબૂત બની 73.75ના સ્તરે ખૂલ્યો હતો.
બોક્સ:-
પેટ્રોલમાં 12 પૈસા ડીઝલમાં 30 પૈસાનો ભાવ વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવોમાં તેજી અવિરત ચાલુ રહી છે. આજે પેટ્રોલમાં લીટરે 12 પૈસાના વધારા સાથે નવો ભાવ 79.59 ઉપર પહોંચ્યો હતો જ્યારે ડીઝલના ભાવમાં પણ લીટરે 30 પૈસાનો વધારો થતા નવો ભાવ રૂા.78.45 થયો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલીયમ કંપનીઓ અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલના ટેક્સ ભારણમાં આપેલી રાહત ઝડપાભેર ધોવાઇ રહી છે અને સરકાર કાંઇ કરી શકતી નથી.