#METOO: હવે સુભાષ ઘઈની ‘ફિલ્મ ઊતરી’!October 12, 2018

 આમિર ખાને સુભાષ કપૂરની ફિલ્મ છોડી
 ડોનાલ્ડ ટ્રમ્પે ‘મી ટૂ’ ની ઠેકડી ઉડાવી
મુંબઇ તા.12
બોલીવૂડમાં સતત સામે આવી રહેલા જાતીય સતામણીના કેસ અને દેશભરમાં ચાલી રહેલી ‘મી ટૂ’ ઝૂંબેશને ધ્યાનમાં લઇને આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ સુભાષ કપૂરની આગામી ફિલ્મમાંથી બહાર નીકળી ગયાં છે. દરમિયાન વિખ્યાત દિગ્દર્શક સુભાષ ઘાઈ સામે પણ એક યુવતીએ યૌન ઉત્પીડનની આક્ષેપ બીજી કરી બોલીવૂડને હચમચાવી મૂક્યું છે.
આમિર ખાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તાજેતરમાં જ મને કોઇએ જાણ કરી કે હું આગામી ફિલ્મમાં જેની સાથે કામ કરવાનો છું, તેની વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ છે. હાલમાં કેસ કોર્ટમાં ચાલુ છે. જોકે, આમિર આ મામલે સંબંધિત વ્યક્તિ પ્રત્યે મત બાંધ્યા વગર પોતાને આ ફિલ્મથી દૂર કરી રહ્યો છે. આમીરે કઇ ફિલ્મથી પોતાની જાતને દૂર કરી રહ્યો છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી તેમ જ ફિલ્મના દિગ્દર્શકનું પણ નામ લીધું નથી.
(અનુસંધાન પાના નં.8)
જોકે, બધાને ખબર છે કે આમિર કઇ ફિલ્મની વાત કરી રહ્યો છે.
બોલીવૂડના દિગ્ગજ ફિલ્મમેકરમાંથી એક સુભાષ ધાઈ પર એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે. કોમેડિન ઉત્સવ ચક્રવર્તી પર યૌન શોષણનો આરોપ લગાવનારી મહિલા મહિમા કુકરેજાએ પીડિતા સાથે થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યા છે. જેમાં પીડિતાએ પોતાના સાથે થયેલી ઘટના વિશે જણાવ્યું.
મહિલાએ જણાવ્યું કેુ, આ બધુ તે સમયે બન્યું જ્યારે હું સુભાષ ધઈ સાથે એક ફિલ્મમાં કામ કરી રહી હતી. તેમણે મને કહ્યું હતું કે તેઓ મને ગાઈડ કરશે અને આગળ વધારશે.
શરૂઆતમાં તેઓ મને રેકોર્ડિંગ સ્ટુડિયો લઈ જતા હતા જ્યાં મારે ઘણા પુરુષો સાતે મોડી રાત સુધી બેસી રહેવું પડતું હતું. કોઈએ તેમની સાથે કંઈ ન કર્યું. રેકોર્ડિંગ ખતમ થવા પા ઘરે જવા હું ઓટો લેતી અથવા પછી સુભાષ ધઈ મને છોડી જતા. એક દિવસ તેમણે ધીમે-ધીમે પોતાનો હાથ મારા જાંધ પર રાખ્યો અને મને ગળે લગાવીને કહ્યું કે મેં ખૂબ સારું કામ કર્યું છે. આ બાદ તેઓ મને લોખંડવાલામાં સ્થિત તેમના નાના એપાર્ટમેન્ટમાં સ્ક્રિપ્ટ સેશન માટે બોલાવવા લાગ્યા. તેમનું કહેવું હતું કે તેઓ અન્ય એક્ટ્રેસિસ સાથે ત્યાં જ સ્ક્રિપ્ટ સેશન માટે બોલાવવા લાગ્યા. તેમનું કહેવું હતું કે તેઓ અન્ય એક્રટ્રેસિસ સાથે ત્યાં જ સ્ક્રિપ્ટ વાંચે છે. હું જ્યારે ત્યાં પહોંચી તો તેઓ બે બેડરૂમના ઘરમાં એકલા હતા. ત્યાં તેમની પત્ની નહોતી રહેતી. તેમણે કહ્યું તે અહીં બેસીને જ તેઓ ફિલ્મો વિશેના આઈડિયા વિચારે છે અને તેના પર કામ કરે છે.’
‘સ્ક્રિપ્ટના બદલે તેઓ મને કહેવા લાગ્યા કે ઈન્ડસ્ટ્રીમાં બધા તેમને ખોટા સમજે છે અને માત્ર હું એક જ છું જે તેમને પસંદ કરે છે. તે રોવાનું નાટક કરવા લાગ્યા અને માથું મારા ખોળામાં રાખી દીધું. જ્યારે તેઓ ઉઠ્યા તો જબરજસ્તી મને કિસ કરવા લાગ્યા. હું શોક્ડ થઈ ગઈ અને ત્યાંથી જતી રહી.ુ
‘એક સાંજે રેકોર્ડિંગ કરતા-કરતા પછી મોડી રાત થઈ ગઈ. સુભાષ ધાઈએ ડ્રિંક લેવાનું વિચાર્યું. તેમને વ્હિસ્કી ઘણી પસંદ હતી. તેમનો ડ્રાઈવર હંમેશા તેને કારમાં રાખતો હતો. તેમણે મને પણ પીવા આપી. જેમાં તેમણે કંઈક મિક્સ કર્યું હતું. તે પછી મને માત્ર એટલું યાદ છે કે હું તેમની કાર માં બેઠી અને મને લાગ્યું કે તે ઘરે ડ્રોપ કરશે. પરંતુ તેમણે ડ્રાઈવર બાબુને અને મને લાગ્યું કે તે ઘરે ડ્રોપ કરશે. પરંતુ તેમણે ડ્રાઈવર બાબુને અમને લોનાવાલા લઈ જવા કહ્યું. હું ભાનમાં આવતી જતી હતી. જ્યારે ભાન આવતું હતું એમ જ પૂછતી કે આપણે કયાં જઈ રહ્યા છે અને મને ઘરે છોડી દો.’
‘તે મને હેાટલમાં લઈ ગયા. તેમણે કહ્યું કે, તે કાયમ લખવા માટે ત્યાં જાય છે અને તેમના માટે કાયમ એક રૂમ તૈયાર રહે છે. હું બરાબર ચાલી શકતી ન હતી, પરંતુ તેમણે મારો હાથ પકડયો અને મને ખૂબ રૂમમાં લઈ ગયા. તેમણે મારું જીન્સ ઉતાર્યુ અને મારી ઉપર આવી ગયા. મેં બૂમ પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે મારા મોં પર હાથ મૂકી દીધો. ડ્રિંકને કારણે મારામાં તાકાત નહોંતી બચી. હું રડી અને પછી મેં ભાન ગુમાવી દીધું. બીજી સવારે ટોસ્ટ મંગાવી અને નાસ્તો કરવા લાગ્યા, જ્યારે મારી આંખ ખુલી. સોફા પર લાલ નિશાન હતા અને તે વિખેરાયેલો હતો. મારી તરફ જોયું અને મને ઉલ્ટી થઈ ગઈ.’
સુભાષ ધાઈએ મને ઘરે છોડી. હું કેટલાક દિવસ ઓફીસ ન ગઈ, તે પછી મને કોલ કરી જણાવ્યું કે મેં નોકરી છોડી તો મને મહિનાનું વેતન નહીં મળે. હું ઓફિસ ગઈ અને એક સપ્તાહ બાદ રાજીનામું આપી દીધું. તે પછી હું તેમને ક્યારેય ન મળી.
સુભાઈ ધાઈએ પીટીઆઈ સાથે વાત કરતા આ બધા આરોપોને નકારી દીધા છે. તેમણે કહ્યું કે, ‘આ ઘણા દુ:ખદ છે કે સોશયલ મીડિયા પર બીજાના નામને ઢસડીને જૂની અને પાયાવિહોણી વાતોને શેર કરી બદનામ કરવામાં આવી રહ્યા છે. હું બધા આરોપોને નકારું છું.’ ટ્રમ્પે ‘મીટુ’ ની ઠેકડી ઉડાવી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે નમી-ટુથ અભિયાનની મજાક ઉડાવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નમી-ટુથ મુવમેન્ટ નધ પર્સન હુ ગોટ અવેથ મુહાવરાને અયોગ્ય બનાવી દીધો છે. તેમણે ઉમેર્યું હતું કે અખબારી નિયમોને આધિન તેમણે ચૂપ રહેવું પડે છે.
ટ્રમ્પે પેન્સિલવેનિયામાં ચૂંટણી અભિયાન નિમિત્તે રેલી સંબોધતા જણાવ્યું કે ‘અ પર્સન ગોટ અવે’ શબ્દ હવે નકામો સાબિત થઈ રહ્યો છે. જે પ્રેમ કરતી વ્યક્તિ સંબંધોમાંથી નીકળી ગઈ હોય અને સામી વ્યક્તિ તેને પ્રેમ કરતી રહી હોય તો તેના માટે પર્સન ગોટ અવે શબ્દ વાપરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે હાર્વીવેઇનસ્ટેઇન વિરુદ્ધ થયેલા યૌનપિડનના આક્ષેપને પરિણામે નમી-ટુથ કેમ્પેઇન અસ્તિત્વમાં આવ્યું છે જે અંતર્ગત ઘણી જાણીતી - અજાણી મહિલાઓ તેમના જીવનમાં થયેલા જાતીય શોષણ અંગે ખૂલીને બહાર બોલવાની હિંમત કેળવી શકી છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ ટ્રમ્પે ‘મી-ટુ’ની મજાક ઉડાવી ઘણી બધી સ્ત્રીઓના અવાજની પણ મજાક ઉડાવી છે.