પૂર્વ પ્રેમી નેસ સામે પ્રીતિ ઝીંટાએ કરેલો કેસ હાઇકોર્ટે રદ કર્યોOctober 12, 2018

મુંબઇ તા.1ર
એકટ્રેસ પ્રીતિ ઝીંટાએ એકસ બોયફ્રેન્ડ નેસ વાડીયા વિરૂધ્ધ કરેલા છેડતીના કેસને બોમ્બે હાઇકોર્ટે બુધવારે રદ કરી દીધો હતો.
ઓગસ્ટમાં નેસ વાડીયાએ આ કેસ રદ કરવાની યાચિકા કોર્ટમાં કરી હતી. પ્રીતિ ઝીંટા પાસે આ અંગે જવાબ માંગવામાં આવ્યો હતો.
કોર્ટે બંને પક્ષને અંદર અંદર સમજુતી કરી લેવાની સલાહ આપી હતી. એકટ્રેસ પ્રીતિ ઝીંટાએ ર014 માં નેસ વાડિયા વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ કરી હતી. તેમાં આઇપીએલ મેચ દરમિયાન તેની સાથે છેડછાડ કરવાનો અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો.
પ્રીતિનો આરોપ હતો કે 30 મે ર014 ના રોજ કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઇ સુપર કીંગ્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડીયમમાં રમાનારી આઇપીએલ મેચ દરમિયાન નેસે તેની સાથે છેડછાડ અને ખરાબ વ્યવહાર કર્યો હતો. પ્રીતિની ફરીયાદ હતી કે નેસે બધા વચ્ચે તેનો હાથ પકડીને તેની સાથે દુરવ્યવહાર કર્યો હતો અને ગાળાગાળી પણ કરી હતી.
નેસે પોતાની પહોચની ધમકી આપીને એકટ્રેસને ગાયબ કરી દેવાની ધમકી પણ આપી હતી. પ્રીતિએ ફરીયાદમાં આરોપ લગાવ્યો હતો કે બ્રેક અપ નેસ તેને અનેકવાર હેરાન કરતો હતો. આ અંગે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. નેસ ગાળાગાળીની ભાષામાં જ વાત કરતો હતો. જો કે નેસે આ બધા જ આરોપ ખોટા હોવાનું જણાવ્યું હતું.