હવે વધુ એક સ્ટારપુત્રી લેખનના માર્ગે બચ્ચન પુત્રી શ્ર્વેતાના પુસ્તકનું વિમોચન October 12, 2018

મુંબઇ તા.12
રાજેશ ખન્નાની પુત્રી ટવીન્કલ ખન્ના બાદ વધુ એક સુપર સ્ટારની પુત્રી લેખનના માર્ગે આવી છે. જીહા, સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની પુત્રી શ્ર્વેતા બચ્ચન નંદાનું નવું પુસ્તક ‘પેરેડાઇઝ ટાવર’નું વિમોચન મુંબઇમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને નિર્માતા નિર્દેશક કરણ જોહરે
કર્યુ હતું.
નહેરુ સેન્ટરમાં અમિતાભ બચ્ચને પુસ્તકના કેટલાક અંશોનું પઠન કર્યુ હતું અને શ્ર્વેતાની લેખન શૈલીની પ્રશંસા પણ કરી હતી.
આ તકે શ્ર્વેતા બચ્ચને જણાવ્યું હતું કે તેણે પોતાની આસપાસ જે કંઇ જોયું તેના વિશે લખ્યું છે અને મોટી ઇમારતોમાં રહેતા લોકોની જીવનશૈલી કેવી થઇ જાય છે. કેવી રીતે લોકો સમાજને જુએ આ વાતોની ચર્ચા મેં મારા પુસ્તકમાં કરી છે.
આ તકે શ્ર્વેતાએ ખઊઝઘઘ અભિયાનના બારામાં કહ્યું હતું કે મહિલાઓની સામે થઇ રહેલા અત્યાચારની વિરૂધ્ધ મહિલાઓએ સામે આવીને બોલવું જોઇએ. જેથી દોષીઓને સજા મળી શકે.