બીગ બીના એંગ્રી યંગ મેનના મૂળિયા સ્કૂલ લાઈફમાં ! બેસ્ટ બોકસર હતા !October 12, 2018


76 વર્ષીય અણનમ ‘યંગમેન’ !
મુંબઇ તા.12
મહાનાયક અમિતાભ બચ્ચનનો ગઇકાલે જન્મદિવસ હતો. પરંતુ એમની પર્સનાલિટીને જોઇને કોઇ અંદાજો લગાવી શકે નહીં કે એ બોક્સર પણ રહ્યા હશે. ચાલો જાણીએ બીગ બી ના જીવનના એવા કેટલાક છુપાયેલા રહસ્ય. અમિતાભ બચ્ચને 1956માં નૈનીતાલની શેરવુડ કોલેજમાં પ્રવેશ લીધો હતો. એમને સીનિયર સેકેન્ડરીની શિક્ષા આ જ વિદ્યાલયથી પ્રાપ્ત કરી. આ ખૂબ ઓછા લોકો જાણે છે કે એ કોલેજમાં એક કલાકારની સાથે બોક્સર પણ રહ્યા છે. શેરવુડ કોલેજના પ્રધાનચાર્ય અમનદીપ સંધૂએ જણાવ્યું કે બિગ બી એ એન્ગ્રી યંગ મેનનો પાઠ શેરવુડ કોલેજથી જ શીખ્યો છે. કોલેજમાં થનારી ઇન્ટર હાઉસ બોક્સિંગ સ્પર્ધામાં એમણે મોસ્ટ સાયન્સ્ટિફિક બોક્સિંગનો પુરસ્કાર જીત્યો હતો.
અમિતાભ બચ્ચનનો શેરવુડ કોલેજથી ખૂબ જ ગાઢ સંબંધ છે. આ જ કારણ છે કે જ્યારે સોની ચેનલમાં પ્રસારિત થયેલા શો ’કોન બનેગા કરોડપતિ’માં પોતાના જન્મદિવસ પર શેરવુડ કોલેજના વિદ્યાર્થીઓએ એમને કેક કાપવાનો વીડિયો મોકલ્યો તો એ ભાવુક થઇ ગયા હતા. અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942માં થયો હતો. નૈનીતાલની શેરવુડમાં અમિતાભનો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઊજવવામાં આવ્યો હતો.