દિલીપકુમાર હંમેશા ભારતીય સિનેમાના સમ્રાટ રહેશે: સુભાષ ધાઈOctober 12, 2018

મુંબઈ તા,12
દિલીપકુમાર સાથે થોડા સમય અગાઉ થયેલી મુલાકાતને લઈને સુભાષ ધઈએ થયેલી મુલાકાતને લઈને સુભાષ ધઈએ ખૂબ ભાવુક થઈને કહ્યું હતું કે દિલીપકુમાર હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સુભાષ ધઈ અને દિલીપકુમારે એકસાથે ‘કર્મા’, ‘વિધાતા’ અને ‘સૌદાગર’માં કામ કર્યુ હતું. સુભાષ ધઈએ જણાવ્યું હતું કે તેમને આવી માંદગીની હાલતમાં જોઈને તકલીફ થાય છે. દિલીપકુમાર વિશે વધુ જણાવતાં સુભાષ ધઈએ કહ્યું હતું કે ‘હું દિલીપસાબને એટલો પ્રેમ કરું છું કે હવે હું તેમને ફરીથી મળવા નથી માગતો. હું તેમને આવી હાલતમાં નથી જોઈ શકતો. હું તેમને જોઉં છું તો મને રડવું આવે છે, કારણકે અમે બન્ને એકબીજાને 20-22 વર્ષથી ઓળખીએ છીએ અને તેમને મેં મારા ભાઈની જેમ પ્રેમ કર્યો છે. તેઓ મને ઓળખી શકતા નથી, તેઓ કોઈને પણ ઓળખી શકતા નથી. તેઓ ખૂબ અશક્ત બની ગયા છે.
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમની તકલીફ દૂર કરવામાં આવે. તેમણે ફિલ્મો માટે જે પણ કર્યું છે એનાથી તેઓ હંમેશા ભારતીય સિનેમાના સમ્રાટ રહેશે, કારણ કે સમ્રાટ એ હોય છે જેનું રાજા પણ અનુકરણ કરે છે. તેમની છાત્રછાયામાં લગભગ 11 દિલીપકુમારે જન્મ લીધો હતો આજે તેઓ સુપરસ્ટાર છે. દિલીપકુમાર પોતાનામાં જ એક સંસ્થા છે.’