ફરી પિતા બન્યો રાજપાલ યાદવOctober 12, 2018


મુંબઈ તા,12
છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર રહેનારા રાજપાલ યાદવને લઈને એક ખુશખબર છે. 47 વર્ષનો રાજપાલ યાદવ ફરી પિતા બની ગયો છે. આ જાણકારી રાજપાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી.ઈન્સ્ટાગ્રામ પર આપ્યા ગુડ ન્યુઝ.
રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે ફરી એક દીકરીને જન્મ આપ્યો છે. પોતાની ખુશી વ્યક્ત કરતા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાજપાલે એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં રાજપાલની મોટી દીકરી જોવા મળે છે જેના ટી-શર્ટ પર લખ્યું છે- મોટી બહેન. રાજપાલે લખ્યું છે- મારી નાની દીકરી હની યાદવ હવે મોટી બહેન બની ચૂકી છે. આ નવરાત્રિએ મારા ઘરે એક નાનકડી પરીએ જન્મ લીધો છે.
રાજપાલે જણાવ્યું હતું કે, હું દીકરીનો પિતા બનીને ખરેખર ખૂબ જ ખુશ છું. અમારા છ ભાઈઓના પરિવારમાં આ નવમું બાળક છે. મને એવું લાગે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર પિતા છું. મને લાગે છે કે આ ખરેખર માતા દુર્ગાના આખા પરિવાર પર આશીર્વાદ હોવાનો પુરાવો છે.
રાજપાલ યાદવને પ્રથમ પત્ની કરૂણાથી એક દીકરી મોની પણ છે. તેની પ્રથમ પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. રાજપાલે 2003માં રાધા સાથે લગ્ન કર્યા હતા. રાજપાલ યાદવ હવે ટૂંક સમયમાં ફિલ્મ ચંડીગઢ, અમૃતસર, ચંડીગઢમાં જોવા મળશે. આ એક પંજાબી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે ખાસ કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મમાં રાજપાલ યાદવ ઉપરાંત ગિપ્પી ગ્રેવાલ અને સરગુન મહેતા પણ મુખ્ય ભૂમિકામાં છે. રાજપાલ યાદવ પહેલા નીલ નીતિન મુકેશ પણ પુત્રીનો પિતા બન્યો છે. તેણે સોશિયલ મીડિયા પર તેનું નામ નુર્વી હોવાની જાહેરાત કરી હતી. શાહિદ કપૂરની પત્ની મીરાએ પણ બે મહિના પહેલા જ એક પુત્રને જન્મ આપ્યો હતો.