કરને દર્શન હો જાઓ તૈયાર સીના તાન કે ખડે હૈ સરદારOctober 12, 2018

ભરુચ: સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનીને તૈયાર છે હવે આ પ્રતિમાનું ફાઈનલ ફીનિશીંગ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદી ઈચ્છતા હતા તે સરદાર વલ્લભભાઈ પટેલની એક એવી પ્રતિમા બનાવવામાં આવે કે જે દુનિયામાં સૌથી ઉંચી હોય. નરેન્દ્ર મોદીનું આ સપનુ હવે પુરૂ થવા જઈ રહ્યું છે. કેવડીયા કોલોની નજીક તૈયાર કરવામાં આવેલી સરદાર પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)નું 31 ઓકટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. આ મૂર્તિના નિર્માણ માટે 4078 મજૂરોને બે શિફટમાં કામ કર્યુ જેમાં 800 સ્થાનીક અને 200 ચીનથી આવેલા કારીગરોએ કામ કર્યુ. સ્ટેચ્યુની અંદર બે લિફટ રાખવામાં આવી છે. જે લિફટ સ્ટેચ્યુમાં ઉપર સુધી લઈ જશે. સરદાર પટેલના હૃદય પાસે એક ગેલેરી બનાવવામાં આવી છે જયાંથી મુલાકાતીઓ સરદાર ડેમ જોઈ શકશે. આ પ્રોજેકટ પાછળ 2989 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.