દેખા જો ભી ખ્વાબ વો ખ્વાબ હી રહ ગયે...October 12, 2018

મુંબઇ: દરેક સ્ત્રીનું એક સપનું હોય છે કે તેનો એક સુંદર ઘર સંસાર હોય. સ્ત્રી ત્યારેજ પૂર્ણ બને છે જ્યારે તે માતા બને. ગમેતે સમય હોય કે ગમે તે સ્ત્રી હોય અંગત રીતે આ ઈચ્છાઓ તેની અંદર ધરબાયેલી જ હોય છે.હિન્દી સિનેમામાં રેખાનું નામ એક એવુ નામ છે જેની અંદર પણ આવી ખામોશીઓ છુપાયેલી છે. આજે વાત કરીએ છીએ રેખાની ખુબસુરતીની તો તેમની અંદરના કલાકાર તેમના સંબંધોથી રેખા હંમેશા ચર્ચામાં રહી છે. વાત જ્યારે તેની અંગત જિંદગીની આવે ત્યારે રેખા બિલ્કુલ ચુપ થઈ જાય છે અને ભાગ્યે જ કંઇ બોલે છે. હંમેશા હસતા આ ચહેરા પાછળ કેટલુંયે દર્દ છુપાયેલું છે.રેખા તમીલ ફિલ્મોથી હિન્દી ફિલ્મોમાં આવી હતી. તા.10ને બુધવારે જેમનો જન્મદિવસ હતો તે રેખાને શરૂઆતમાં તેના શ્યામ રંગના કારણે તેને ખુબજ સહન કરવુ પડ્યુ હતુ. રેખાએ અથાગ મહેનત કરી પોતાની જાતને આજે ખાસ બનાવી છે. તેમની ભાષા હિન્દી ન હોવા છતા તેમણે ખુબ મહેનત કરી છે.રેખાએ એક વાર કહ્યુ હતુ કે હુ ક્યારેય ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા રાખતી ન હતી. મારે મારો ઘરસંસાર વસાવવો હતો. બહુ બધા બાળકો જોઇતા હતા.