‘બાર્બી ડોલ’ પર ખૂબસૂરતીનું જોખમOctober 12, 2018

નવી દિલ્હી: ખૂબસુરત મહિલાનું શું કહેવું ? મહિલા જેટલી વધારે ખૂબસુરત તેટલી તેની ચિંતાઓ વધારે અને આવુ જ થયું છે એન્જલિકા સાથે. તે એટલી સુંદર છે કે લોકો તેને તેના નામ સાથે નથી બોલાવતા, પરંતુ બાર્બી ડોલના હુલામણા નામે બોલાવે છે.
શરુઆતમાં તો લોકપ્રિયતા મળતી હોવાથી એન્જલિકાને આ બધુ સારું લાગતું હતું. પણ સમય જતા પણ લોકપ્રિયતા નર્ક સમાન હોવાનું તેને લાગવા લાગ્યું. અને તેની પાછળનું કારણ બન્યો તેનો બાર્બી ડોલ લુક.કોઇ વસ્તુની તેને જરૂર પડે તો એન્જલિકાના માતા પિતા જ તેના માટે લઇ આવે છે, જેના કારણે ઘર જ તેના માટે કેદખાનું બની ગયું છે. જોકે તેના લૂકને જોઇ ઇર્ષ્યા કરનારાઓની પણ કમી નથી. તેના લૂકને જોઇ લોકો તેણે સર્જરી કરી હોવાનો તાનો મારે છે. પણ એન્જલિકાનું કહેવું છે તેણે સર્જરી નથી કરાવી પરંતુ તે બાળપણથી જ આવી છે. ઉપરથી એન્જલિકાને શણગાર કરવો ખૂબ જ પસંદ છે, જેના કારણે તેનો બાર્બી લૂક વધારે ખીલી ઉઠે છે અને તે લૂક જ તેના માટે મુસીબતનું કારણ બન્યો છે. ત્યારે કોણે વિચારી શકે કે, સુંદરતા જ જહન્નમ સમાન પણ બની શકે.