T-20માં ફક્ત 11 દડામાં ‘વિજય’

  • T-20માં ફક્ત 11 દડામાં ‘વિજય’

નવી દિલ્હી તા.12
ચીનની દુનિયાની સૌથી વધુ વસ્તી અને બીજી સૌથી મોટી અર્થવ્ય વાળો દેશ છે. પરંતુ ક્રિકેટના મેદાન પર હજુ તેણે ઘણુબં સાબિત કરવાનું બાકી છે. નેપાળે બુધવારે અહીં રમાયેલી એક આઈસીસી ટી20 એશિયાની ક્વોલિફાયર મેચમાં ચીનની સમગ્ર ટીમને 26 રનમાં ઓલઆઉટ કરીને માત્ર 11 બોલમાં કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના 29 રન બનાવી લીધા.
ચીન માટે આ સતત પાંચવી વખત છે જયારે ટીમ 50 રન પણ ન બનાવી શકી. આ પાંચેય મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટુર્નામેન્ટમાં આ પહેલા સિંગાપુર સામેની મેચમાં ચીને 26 જ બનાવ્યા હતા. ટીમે આ ઉપરાંત થાઈલેન્ડ સામે નવ વિકેટ પર 35 રન, ભૂટાન સામે 45 અને મ્યાનમાર વિરુધ્ધ 48 રન બનાવ્યા હતા. નેપાળ સામેની મેચમાં યાન હોંગજિયાંગે ટીમ માટે સૌથી વધારે 11 રન બનાવ્યા. આ બાદ સૌથી વધારે 9 એકસ્ટ્રા રનનું યોગદાન રહ્યું. નેપાળની ટીમે વિનોદ ભંડારીના અણનમ 24 રન સાથે 1.5 ઓવરમાં કોઇ વિકેટ ગુમાવ્યા વિના 29 રન બનાવી લીધા.
હાલમાં જ આઇસીસી ટી 20 એશિયા રિજન્સ ક્વોલિફાયર્સની ગ્રુપ-બી મેચમાં 9 ઓક્ટોબરે મલેશિયા અને મ્યાનમાર વચ્ચે અનોખો મુકાબલો રમાયો. 11.5 અવર સુધી ચાલેલી આ મેચમાં કુલ 20 રન બન્યા અને 10 વિકેટ પડી. ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી મ્યાનમારની શરૂઆત ખરાબ રહી. ટીમે કુલ 6 રનના સ્કોરે પોતાની 5 વિકેટો ગુમાવી દીધી હતી. આ બાદ માત્ર 10.1 ઓવર સુધી 3 રન જ બન્યા અને મ્યાનમાંર 8 વિકેટ ગુમાવી ચૂક્યું હતું. એટલામાં જ વરસાદ આવી ગયો. મ્યાનમારની ટીમમાંથી 7 બેટ્સમેન ખાતું પણ નહોતા ખોલવાી શક્યા. વિપક્ષી ટીમના પવનસિંહે 1 રન આપીને 5 વિકેટ ઝડપી.