નવરાત્રિમાં ઉપવાસ કરે છે વિન્ડિઝનો બોલર બિશુOctober 12, 2018

 સવારે સૂર્યને અર્ધ્ય આપે છે, ગાયત્રી મંત્ર બોલે છે: બિશુ કહે છે તેના પૂર્વજો મૂળ ગુજરાતનાં છે
હૈદરાબાદ તા,12
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવી છે જેમાં તેઓ બે ટેસ્ટ, પાંચ વન-ડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી રમશે. બંને ટેસ્ટ મેચ હાર્યા બાદ હવે વન ડે મેચ રમવા માટે ટીમ હૈદરાબાદ પહોંચી ગઇ છે. આ દરમિયાન ટીમના લેગ સ્પિનર દેવેન્દ્ર બિશુએ હોટલના રૂમની પસંદગીમાં કરી ખાસ ડિમાન્ડ જાણો તેની પાછળનું કારણ હોટલમાં રૂમ લેતા પહેલા બિશુ મંદિરને લગાવવા માટે સૂરજ કઇ દિશા તરફ છે. ટીમ મોટી રાત્રે પહોંચી પણ બીશુ બીજા દિવસે સવારે વહેલા ઉઠી પૂજા પ્રાર્થના કરી રહ્યો હતો. ભારતીય મૂળના બિશુએ કહ્યું હતું કે તે પોતાની ટીમના સાથીઓ કરતા વહેલા ઉઠી જાય છે. તે મેદાન પર જતા પહેલા સવારે પૂજા કરે છે અને ગાયત્રી મંત્ર સાંભળે છે. સાત વર્ષમાં બિશુ પ્રથમ વખત ભારતના પ્રવાસે આવ્યો છે. બિશુએ કહ્યું હતું કે તે લોકો ભારત મૂળના છે અને ગુજરાતથી આવ્યા હતા. આ ઉપરાંત નવરાત્રીમાં મીટથી દુર રહે છે અને ઉપવાસ રાખે છે. આ ઉપરાંત જન્માષ્ટમી, હનુમાન જયંતી અને ગુરુવારે પણ ઉપવાસ રાખે છે.